________________
૧૭
નભાવી લેવી પડે છે. રાળીનું ઓપરેશન કરાવવા જતાં અંદગી
ઈ બેસવાને પ્રસંગ આવે તેમ હોય, તે તેને નભાવી લેવી, એ જ ફરજ થઈ પડે છે.
આ સિવાય કેટલીક ચારિત્રવાન વ્યક્તિઓ પાસેથી કેટલાક ચારિત્ર શીખે છે. કેટલાક અભ્યાસ કરી બુદ્ધિની કટી કરી શકે છે. વ્યાખ્યાન વિગેરે પ્રસંગે કંઈ કંઈ સ્થાનિક કામ, * વ્રત, પ્રત્યાખ્યાન, તપ, વિગેરે ચાલુ જ હોય છે. પર્યુષણાનું જાહેર વાતાવરણ મુનિ વિના ફીકું જ લાગે. છેવટે તે દિવસે માં પણ પ્રજાને કંઈક ને કંઈક ધાર્મિક બોધ, વિજ્ઞાન અને બીજા પણ અનેક લાભને સંભવ ગણે શકાય. આ રીતે શ્રી સંઘને આ વર્ગની અનેક મદદ છે, અને શાસન પ્રવર્તે છે. કોઈ કહેશે કેશાસન પ્રત્યે તેમાં શું આવી ગયું ? તેના જવાબમાં જે વ્યક્તિએને પ્રભુના શાસનની ગણના નથી, તેને માટે આ લખાણજ નથી. તેને માટે આ જવાબ જ નથી. તેને માટે જુદા જ જવાબો છે. અથવા તેમની સાથે સવાલ જવાબથી શું?
કઈ કહેશે કે પૂર્વ કાળમાં હતું તેમ તે નથી ને? તેને જવાબ આગળ અપાઈ ગયે છે. અથવા જે વખતે જે જાતના દેશકાળની પરિસ્થિતિ હોય તે પ્રમાણે જ તેની કિંમતની આંકણી થઈ શકે. બધું ચે ધાર્યું પાર પડતું જ નથી, માટે જે વખતે જે હોય, તેથી સંતોષ પામે જોઈએ.
તે પણ, ગુણશાળી અને શક્તિશાળી વ્યક્તિઓને માટે તમે જેમ કહેશે, તેમ કદાચ અમે કબૂલ કરી લઈશું કે- જરૂર શાસનના તંત્રવહનમાં તેમને કંઈ ને કંઈક ફાળો છે જ, પરંતુ જેઓ માત્ર મુનિવેષ જ ધરાવે છે, તેમને માટે પણ તમે આટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com