________________
કરવી, હળવું-મળવું, કેટલીક આરંભિક પ્રવૃત્તિઓમાંથી રાહત મળવી વિગેરે કેટલાયે લાભ તેમાં સમાયેલા જણાય છે. આ બધું શિક્ષણ આપવા માટે આજ સુધીમાં કોઈ પણ જાતની સંસ્થાએ નહીં છતાં થોડેઘણે અંશે આ પ્રવૃત્તિઓ વિષે પ્રજામાં સજ્ઞાનતા જોવામાં આવે છે, તે આ રીતે મંદિર અને ઉપાશ્રયની સંસ્થાઓદ્વારા પ્રજાને જ્ઞાન મળતું રહે છે તેથી જ આ પ્રવૃ. ત્તિઓ હજુ જેવી ને તેવી પ્રવર્તતી જ રહે છે. ઉદ્યાપનમાં મંદિર અને મુનિનાં જે જે ઉપકરણનું પ્રદર્શન થાય છે, તેમાં પ્રભુપ્રતિમા તે કેન્દ્રિત હોય જ છે, એટલે તેમના દર્શન સાથે હજાર માણસ સાથે સાથે તે ચીજોનાં દર્શન કરે છે. એટલી બધી સંખ્યાને એ બધી ચીજોનું એકી સાથે જ્ઞાન આપવા માટે આપણે બીજું કયું સાધન રજુ કરીશું ? ત્યારે કહેવું જ પડશે કે આ રીતે ઉદ્યાપનની ચેજના તે બહુ જ દીર્ઘ દષ્ટિ ભરેલી છે. એ બધાં સાધને પ્રત્યક્ષ જ્ઞાન આપે છે ઉપરાંત રહસ્યાત્મક જ્ઞાન મેળવવા માટે હંમેશ વ્યાખ્યાન ચાલુ જ છે. પ્રશ્નો પૂછીને પણ ખપી વ્યક્તિઓ તે તે રહસ્યાર્થ સમજી શકે. આ રીતે આ બધી જાતની ધાર્મિકરચનામાં આ વર્ગને અસાધારણ સીધે યા આડકતરે ફાળે છે, એમ કબૂલ કરવું જ પડશે .
કાળ, વ્યક્તિ અને સ્થાનના દોને આગળ કરીને કેટલાક ભાઈઓ આખી પ્રવૃત્તિઓને દૂષિત ગણું કાઢી નાંખવાનું કહે તે ત્યાં એજ જવાબ છે કે દૂષિત ભાગ શુદ્ધ કર વ્યાજબી છે, પરંતુ અદ્દષિત અને એકંદર હિતપ્રવૃત્તિઓની સામે આંગળી પણ ન ચીંધી શકાય. તેમ કરવામાં પ્રજાનું અકલ્યાણ છે. તથા પરિસ્થિતિ વિશેષમાં લાભ વધારે સમજીને દૂષિત પ્રવૃત્તિને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com