________________
કરતાં કરતાં મુનિઓ ગામમાં જઈ ચડે, લેકે જાહેર રીતે વાજતે ગાજતે સામે આવે. એ એક પ્રવૃત્તિ શરૂ થતાં બાળકે, સ્ત્રીઓ સે તેને પ્રત્યક્ષ જોઈને પ્રેકટિકલ પદાર્થ પાઠ શીખે, તેટલું પાઠય પુસ્તકથી ન શીખવી શકાય. હંમેશના વ્યાખ્યાનમાં કંઈને કંઈ કઈને બેધ મળે જ. બહુ જુજ સંખ્યાને મળે, એમ એક વખત સ્વીકારી લઈએ તે પણ શું? સસ્તી વાંચનમાળાને બદલે આ મફત વાંચનમાળા મળી જાય છે. વાંચન કરતાં પણ જ્યારે સુંદર રીતે કહેવામાં-ઉપદેશવામાં આવે, ત્યારે તેની અસર વધારે પડે એ સ્વાભાવિક છે. છેવટ નવું કંઈ ન થાય, પરંતુ મુનિની હાજરીથી હાય તેમાંથી ઓછાશ ન થવા પામે, એટલું સામાન્ય ફળ તે થાય જ.
• સિવાય, મંદિરનું વાતાવરણ જામે. તેથી પણ બાળકે વિગેરેને આડકતરી રીતે જ્ઞાન મળ્યા જ કરે છે. આપણે પાઠમાં શીખવીએ કે-“બાપા આ શું!”—“ એ ઘંટ છે.”
આ આરતિ છે,” વિગેરે વિગેરે. પરંતુ એક અઠ્ઠાઈ મહોત્સવ શરૂ થાય, નગારાં અને ત્રાંસા વાગે, એટલે બાળકે એકઠાં થઈ જાય. સહેજે આનંદથી નાચવા લાગે. પૂજા ભણાય, સંગીત સાંભળે, સાચાખેટા કાંસી જેડા વગાડે, આરતિ ઉતારવા લલચાય, ઘંટ વગાડીને તો કાન જ ફેડી નાંખે. આ આખા પ્રોગ્રામ વખતે તેમને જે કેળવણી મળી જાય છે, તે બીજી કોઈ પણ રીતે નજ આપી શકાય. મોટી ઉમ્મરના માણસને પણ તેમાં તલ્લીનતા થાય છે અને ઘણી રીતે સંસ્કાર પડે છે. સ્ત્રીઓને પણ આનંદનું એિક અઠવાડીઉં ઉપસ્થિત થાય છે. ઘર આંગણે કે પિતાની મર્યાદામાં રહી શકાય તે રીતે ગાવું, રાસ લેવા, ધર્મકરણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com