________________
૨૪
આજ સુધી ચાલતે આવ્યો છે. આજે પણ તે વર્ગનું જેવું તેવું સ્થાન નથી, પણ અનન્ય સ્થાન છે.
છેલ્લા પચ્ચીસ પચ્ચાસ વર્ષમાં ચાલેથી કોઈ પણ પ્રવૃત્તિની પાછળ પણ આપણને સુનિવર્ગને હાથ જણાશે જ. તેની સીધી કે આડકતરી સમ્મતિ વિના, તેના પૃષ્ઠબળ વિના આપણે ત્યાં કઈ પણું કામ ઉપાડવું લગભગ અશક્યવત્ જ જણાશે. તેના દાખલા અનેક છે. મહેસાણા પાઠશાળા, બનારસ પાઠશાળા, યશવિજય ગુરુકુળ, લલ્લુરાઈજી બૅડીંગ, મહાવીર વિદ્યાલય, દેવચંદલાલભાઈ પુસ્તકેદ્ધાર ફંડ, આગોદય સમીતિ, જેનવિદ્યાભવન, પાટણ જૈન બેડીંગ, બીજાં પણ પુસ્તક પ્રસિદ્ધિ ખાતાં, સ્કુલ, દવાખાનાઓ, પંજાબ ગુરુકુળ, વરકાણ વિદ્યાલય, તીર્થોના કેસે પ્રસંગે બારીક મુદ્દાઓ પુરા પાડવા, તીર્થોને મુશ્કેલીમાંથી બચાવવા પ્રયત્ન કરવા, દુકાળ મદદમાં પ્રેરણા, જીર્ણોદ્ધાર વિગેરે વિગેરે અનેક દાખલા આપી શકાય.
ઉપરાંત, વિહાર દરમ્યાન સ્થાનિક સંઘમાં હમેશાં ધાર્મિક વાતાવરણ ચાલુ રહે છે. અસ્તવ્યસ્ત મંદિરે કે ઉપાશ્રયેની વ્યવસ્થા શરૂ થાય છે. પઠન પાઠન શરૂ થાય છે. મુશ્કેલીને પ્રસંગે સલાહ મળે છે. એક ઠેકાણે જરૂર પુરતાં નાણું બીજે સ્થળેથી આવી શકે છે. એમ એકંદર ધર્મસંસ્થાનાં તમામ અંગે આ વર્ગને લીધે હંમેશા કંઈને કંઈ પ્રવૃત્તિમય રહે છે, અને તેથી પ્રજાને આડકતરી રીતે ધર્મનું જ્ઞાન-વિજ્ઞાન મળ્યા કરે છે. ધાર્મિક કેળવણ મળે છે. જેની કિંમત અસાધારણ છે.
આપણે પાઠ્ય પુસ્તકમાં મુનિને ફેટે આપી મુનિ વિષે બાળકોને ઓળખાણ આપીએ, એ શાબ્દિક જ્ઞાન થયું. પરંતુ વિહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com