________________
૧૧૪
જે કે કેડ–માર વેલા કે મોડા સર્વને જવું છે, તેમાં લેશમાત્ર ફેર નથી. જગતમાં જ્યાં વસ્તુની અનિત્યતા, ક્ષણભંગુરતા હોય ત્યાં વસ્તુ કેવી રીતે ટકી શકે? પરંતુ આવા અમૂલ્ય નરરત્નોની બેટ પુરી પડતી નથી તે જેનકે મને બહુ લાગી આવે તેવું થયું છે. જો કે પિતે તે પિતાનું ઈષ્ટ કાર્ય બરાબર સાધી ગયા છે. તેઓએ શાસનની સેવા કરવામાં, પરઉપકાર કરવામાં, સ્વકલ્યાણ કરવામાં ખામી રાખી નથી, જેથી તેઓને લેશમાત્ર પ્રાય: દુખ જેવું નથી. ફક્ત દુઃખ આપણને થાય તે સ્વાભાવિક છે. પરંતુ કાળની ગહનતા સમજી શાંતિમાં ઝીલવું અને તેઓનાં શુભ કાર્યમાં મદદગાર બની કાર્યો પાર પાડવાં, તેજ આપણું ખરું કર્તવ્ય છે. ” ૩૧ માંડળથી શાહ રતિલાલ મફાભાઈ
“જગતના ગઢ ભાવિને જાણવા કેણ સમર્થ છે? જેઠ વદિ ૯ ને કારમે દીવસ ખરેખર આપણે માટે દુઃખદાયી લખાયે હશે કે જે દિવસ આપણે પૂજ્ય માનવંતા શેઠશ્રી સાહેબ વેણચંદભાઈ સુરચંદભાઈ આપણી વચ્ચેથી વિદાય થયા છે. શેઠ તે ગયા. હજારેને રડાવતા ગયા, લાખોના દિલને દુઃખ દેતા ગયા, પણ તે તે તેમનું જીવન સફળ કરી યશ: કીતિ વરતા ગયા. અને છતાં શેઠ હજુ આપણી સમક્ષ અહેનિશ ખડાજ રહેવાના. જ્યાં સુધી તેમની સ્થાપિત પાઠશાળાઓ, મંડળે, સંસ્થાએ તેમની અખંડ કીર્તિના સ્તંભ રૂપ ઉભી છે ને જ્યાં સુધી તેમના અવશે રહેશે ત્યાં સુધી એ કીર્તિસ્તંભેના એકેએક પડેલા પત્થરમાંથી પણ એજ ગુંજારવ સદા નીકળતા રહેશે કે શેઠશ્રી વેણચંદભાઈ અમર રહો ! અમર રહે ! એ અમર માનવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com