________________
૧૦૯ તીર્થકર, ગણધર, સુરેન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બલદેવ વિગેરે સમર્થ પુરૂષને કરાશકાળે કવલિત કર્યા છે, તે અન્ય પામર મનુષ્યની તે વાત જ શી?”
“કારશ્ય ફિ -જમે તેનું મૃત્યુ તે નિ છે જ.” પરંતુ જીવતી જીન્દગીમાં મરી જાણવું તે જ ઉત્તમ મૃત્યુ ગણાય. તેજ જીવન્મુક્ત. કષાયના ઉપર કાબુ મેળવી તે તેમણે પ્રાપ્ત કર્યું હતું. શ્રીયુત કર્મવીર વેણચંદભાઈના સુમરણથી અમને આનંદ અને દિલગીરી બન્ને એકી સાથે થયાં છે. '
કારણ–તેઓ શ્રીયુત ચાલુજમાનામાં ગણતા આયુષ્ય પ્રમાણે સારું આયુષ્ય ભેગવીને, તે પણ ધર્મધ્યાન પરાયણતાપૂર્વક પરેપકારનાં કાર્યમાં તત્પર બનીને, શ્રદ્ધા, વિવેક અને ક્રિયાયુક્ત તપમાં મશગુલ બનીને, જેમાં જાહેર થઈને શાન્તિપૂર્વક સમાધિ મરણે મર્યા. તે જાણીને આનંદ છે. પરંતુ તેમના જેવા કર્મવીરના અવસાનથી હવે [ મહેસાણું] પાઠશાળા, તીર્થપૂજા, સંઘનુ વાત્સલ્ય અને સેવા, તથા જીર્ણોદ્ધાર, આગમેદય સમિતિ, ઔષધાલય,જેન વીશી () અને તીર્થમાં સ્થાપેલી વીશીઓ (?) જેવાં ખાતાને માન અપમાનને સમાન ગણું પ્રામાણિકપણે પોષનારની એક મોટી ખામી પડી છે, તેથી દિલગીરી થાય છે. તેમના અમર આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ.
તેમના કુટુંબને ભલામણ કરવામાં આવે છે કે તેમની પાછળ રડવા કુટવા ને શેક કરવાને બદલે મહેમને ધાર્મિક પ્રવૃત્તિ પ્રિય હતી તે ધાર્મિક કાર્યમાં સમય વ્યતીત કરે, તેમ જ તેમના અધુરાં રહેલાં કાર્યો પૂર્ણ કરવામાં સહાયક થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com