________________
૧૦૫
નહીં. તેમણે હયાતીમાં જ બધી ખાતાઓની વ્યવસ્થા કરી નાંખી એ બહુ સારૂ કર્યું. એમના નિમેલા બંધુઓ પણ પારમાર્થિક ભાવનાવાળા જ હતા અને છે. તેથી સમાજને વેણચંદભાઈની ખેટ જણાવા નહીં દે એમ આપણે ઈચ્છીશું. વેણચંદભાઈથી મહેસાણા ઉજળું હતું એવુંજ ઉજળું હમેશાં રહે અને રખાય તેમ કરવાનું સૈનું કામ છે. જેથી દેવતાની ગતિમાંથી પણ જોતાં જોતાં વેણચંદભાઈને આનંદ થાય. એમના આત્માને અખંડ શાંતિ રહો એજ પ્રાર્થના. ધર્મશ્રવણાદિ કાર્ય તથા અધ્યવસાય સારા હતા. તેથી સંતોષ છે. એમને પગલે ચાલી, એમનાં કામો, નામે અખંડ જ્યવતા રહે એમ કરવાનું કર્તવ્ય છે.” ૨ મુંબઈથી શેઠ મણિલાલ ગેકળભાઇ લખે છે કે
વેણચંદભાઈના સ્વર્ગવાસની ખબર વાંચી બહુ જ દિલગીર થયે છું. જનકમમાં તેમની મોટી ખોટ પડી છે.” ૩ અમદાવાદથી શેઠ કસ્તુરભાઈ લાલભાઈ—
તેમના જેવા ધર્મવીર માણસો ભાગ્યે જ મળી આવે છે અને તેમના જવાથી ધર્મનાં કાર્યોમાં ભારે ખોટ પડી છે.” ૪ મુંબઇથી ભાંખરિયા બ્રધર્સ––
“વિ. આજ રોજ સવારે નવ વાગે ધર્મવીર શેઠ વેણચંદભાઈના સ્વર્ગવાસને તાર મળે. વાંચી હૃદયને પારાવાર દુ:ખ ઉત્પન્ન થયું છે. તેઓશ્રી ગયા, પરંતુ તેમણે જેનકેમ પ્રત્યે કરેલાં કાર્યો કે જે પોતે પિતાની વયેવૃદ્ધ સ્થિતિ છતાં કરેલાં તે અમર છે. જૈન કેમે ખરેખર એક હીરો ગુમાવ્યું છે. એવા પુરૂષની બેટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com