________________
૯૩
પેાતાના આત્મહિતમાં ઉપયાગી થાય તેવીજ પ્રવૃત્તિ કેવળ રાખતા હતા. અર્થાત્ પોતાનું સઘળું લક્ષ્ય “ આત્મહિત કેમ થાય? ” તે તરફ દોરેલું હતું. અને જ્યારે છેવટની સ્થિતિના દિવસે પસાર થતા હતા તે વખતે પથારીમાં પડયા પડયા પણુ સ્વય' માનસિક પ્રતિક્રમણ કરી લેતા હતા, એમ વાંદણા દેવા વિગેરે અંગચેષ્ટા પરથી જણાતું હતું. અને નમાાર મંત્રનું સ્મરણ ખરાખર ચાલુજ હતું,તે પણ આંગળીના વેઢા ઉપર ફરતા અ ંગુઠાની ચેષ્ટા પરથી જાણી શકાતું હતું.જીવનભરના સંસ્કારાનું આ પરિણામ, ૩ વ્યવસ્થા:
અને છેવટે સંવત્ ૧૯૮૩ ના ચૈત્ર માસમાં પેાતાના ભત્રીજા શા. અમલદાસ નગીનદાસને-કે જે મ્હેસાણા પાઠશાળાના વહીવટમાં પેાતાની સાથેના જોડીદાર સેક્રેટરી હતા તેમને—પાઠશાળાના તેમજ શ્રેયસ્કર મંડળના મુખ્ય સેક્રેટરી નીમી પેાતાના હાદાનુ કુલ કામકાજ, વહીવટ, અને સત્તા સોંપી દઇ પાત ફાગ થયા. ભાઈ અમલદાસ ધધાને કારણે ઘણી વખત મુંબઈ રહેતા હેાવાથી તેમની વતી પાઠશાળા તેમજ મડળનાં કામકાજ માટે વેણીચંદભાઇના ભાઇ કિશારદાસ સુરચંદને સ્થાનિક કાર્યોં. વાહક તરીકે નીમ્યા. વળી સ ંવત્ ૧૯૮૩ ના જેઠ વદ ૩ ને દિવસે મુંબઇ, અમદાવાદ વિગેરે સ્થળેથી પાઠશાળા તથા મંડળના ટ્રસ્ટીએ વિગેરે કાર્યવાહકો ખાસ તખિયત જોવાને માટે આવ્યા. તેમાં નીચેના ગૃહસ્થા ખાસ હતા.
શેઠ નગીનદાસ કરમચંદ પાટણ, શેઠ શિવલાલ હરિલાલ સત્યવાદી અમદાવાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com