________________
ખલના શરૂ થઈ. ઉંચા પ્રકારના દેશી ઔષધે લીધાં, પણ તેથી શું? તેણે કાંઈ કાર ન કર્યો, તે નજ કર્યો. બસ, શરીરનું શિથિલ્ય ચાલુજ રહ્યું. ૨ આત્મ-પરિણુતિઃ
છતાં પણ પોતાના ધાર્મિક અનુષ્ઠાને તેમણે છોડ્યાં હતાં, કારણ કે-તે તેમનાં પ્રથમ કહે કે બીજાં કહે, પણ પ્રાણ હતાં. તે છોડયાં કેમ છૂટે ? દશ ન, પૂજા, સામાયિક, પાષધ, પ્રતિક્રમણ અને છેવટે પિતાનાં નિત્યનાં પ્રકરણે વિગેરેનું વાંચન, મનન વિગેરે એકેએક પ્રવૃત્તિ ચાલુ રાખી જ હતી. છેવટે બીજાની મદદથી પણ તેમાં જ્યાં સુધી શરીરે અલ્પ પણ શકિત આપવાની હા પાડી, ત્યાં સુધી તન અને મનની શક્તિ લગાવી. ઉપરાંત, સારી સારી ભાવના પિષક બીજા પણ ગ્રંથ બીજા પાસે વંચાવીને સાંભળતા હતા. બસ એ પ્રવૃત્તિ. અથવા શાંતિથી પડ્યા રહેવું. કશો બકવાદ નહીં, બીજાને પોતાની સેવાને ત્રાસ ન થાય, તેવું સંકુચિત વર્તન અને માત્ર શાંતિ. હાયવોય, કે આર્તા-વૈદ્ર ધ્યાન નહીં. કદાચ કઈ વખત વેદના વધારે જણાય તે “ઓ! ભગવાન !” એટલેજ માત્ર શબ્દચાર થાય.
છતાં પાટણને પ્રસિદ્ધ સંઘ યાત્રા કરી પાછા વળી મહેસાણા આવતા સંઘવીજીનું સન્માન કરવા હાર લઈ વૈશાખ શુદિ બીજ ને દીવસે ઉભા રહેલા જોવામાં આવ્યા હતા. કે તબિયત જેવા આવે, “સારું છે એટલે જ સેપચાર જવાબ આપતા હતા. શરીરની આવી શિથિલતાથી સાધારણ રીતે પિતાને માલુમ પડી ગયું હતું કે “હવે આ માંદગીમાંથી બચવું મુશ્કેલ છે.” એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com