________________
૯૧
પ્રકરણ ૪ થું.
અંતિમ અવસ્થા અને વ્યવસ્થા.
૧ શરીર-શૈથિલ્ય –
વેણચંદભાઈ કઈ ભારે વિદ્વાન, મહાન પદવીધર મુનિ મહારાજ, મોટા હોદ્દેદાર અધિકારી, મહાન શ્રીમાન ગૃહસ્થ, મહાન યોગી કે મોટી લાગવગ ધરાવનાર પુરુષ ન હોવા છતાં, એ બધાને આશ્ચર્ય પમાડે તેવાં કામે માત્ર નિખાલસ વૃત્તિ, આત્મબળ, મને બળ, અડગ શ્રદ્ધા અને સતત દઢ પ્રયત્નને પરિણામે કરી શકયા છે. તે ખાતર તેમણે પોતાની આખી ઈદગી એટલે કે તન અને મન બને, કશી પણ પરવા કર્યા વગર ખૂબ ખર્ચા છે. જેનો વિચાર કરતાં પણ આપણને પરિશ્રમ પડે છે.
આ રીતે સાર્થક થયેલાં તન અને મન પણ છેવટે તે થાકે જ ને? કારણ કે તે પણ ક્ષણિક જ છે, નાશ પામવાના સ્વભાવવાળાં છે. તેમ છતાં તેમાંથી સ્થાયી લાભ ઉઠાવી લે એ વેણચંદભાઈ જેવા પુરુષનું કામ છે.
આખરે શરીર થાક્યું, અને તે સંવત ૧૮૨ ની સાલમાં પર્યુષણા પછી તે ખરેખર થાક્યું, જીર્ણ તાવ રહેવા લાગ્યા, ઉધરસ વધારે વધારે જોર પકડતી ગઈ, ખેરાક ઘટતે ગયે, અશક્તિ વધતી ગઈ, મગજમાં શૂન્યતા આવતી ગઈ, ને શબ્દોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com