________________
૯૪ શેઠ ગેવિંદજીભાઈ ખુશાલચંદ વેરાવળ. શેઠ પ્રેમજીભાઈ નાગરદાસ માંગરોળ. શેઠ મેહનલાલ લલુભાઈ અમદાવાદ,
શેઠ હીરાભાઇ મંછુભાઈ સુરત. (સગત) શેઠ સેમચંદ ઉત્તમચંદ માંગરે.
શેઠ શવચંદ કચરાભાઈ માંગરેલી. તેઓએ પાઠશાળાને વહીવટ તથા નાણાંપ્રકરણ તપાસ્યાં અને સંતોષ જાહેર કર્યો. સંસ્થાનું બંધારણ, ટ્રસ્ટડીડ, ચાલુ વહીવટના હિસાબ ઓડીટ કરાવવા, રીપોર્ટ તપાસરાવવો અને તે છપાવ વિગેરે માટે ફરી એકવાર મીટીંગ બોલાવવી. વિગેરે કરાવે કર્યા.
વદિ ચોથની સાંજે આવેલા ગૃહસ્થ વિદાય થયા, ત્યારે તે વખતે સાને પોતે જાતે જ પાઠશાળા, મંડળ વિગેરે તમામ ખાતાને લગતી ઉચિત ભલામણ કરી. ઉપરાંત, મુંબઈ ગેડીજીના દેરાસરની પેઢીના ટ્રસ્ટી શેઠ હીરાભાઈ ઝવેરીને તારંગાજીના છદ્ધાર માટે રૂ. ૧૫૦૦૦) મંજુર કરાવવા આગ્રહ પૂર્વક ભળામણ કરી, જેને પરિણામે જવાબમાં રૂ. ૧૦૦૦૦) સુધી તે ચોકકસ મંજુર કરાવી આપવાની ખાત્રી આપી. તેથી તેમને ઘણે જ સંતોષ થશે. ' વળી દરેક ગુહ રૂબરૂ આવી ગયા, તથા સંસ્થાની ભાવિ સુરક્ષિતતા માટે પ્રબંધ પણ સાથે સાથે થઈ ગયે, એમ સમજીને તેઓ તદન નિશ્ચિંત અને ખુશી થયા. કે જે તેમના જીવનમાં છેવટની શાંતિ માટે ઘણું અગત્યની બાબત હતી. તેની રીતસર ગોઠવણ થઈ જવાથી જ તેઓ નિશ્ચિત રહી શકે તેમ હતું. તે બરાબર ઠીકઠાક થઈ ગયું. એવો તેમને સંતોષ થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com