________________
નવ વષા
કુવરજી કરવા મંડળ
ધાર્મિક કેળવણીની સાથે ઈંગ્લીશ ભાષાનું જ્ઞાન આપવા માટે મેં મારા વિચારે જણાવ્યા. તમારે અને મારે તે સંબંધી મતભેદથી વૈમનસ્ય ઉત્પન્ન થયું તે પણ તે અમુક વિચારભેદ હોવાથી પરસ્પર ધર્મરાગમાં ખામી પડી નહિ. તમેએ અવીસ વર્ષથી કર્મયોગીની પેઠે જૈન ધર્મ અને જૈન સંઘની સેવા વગેરે જેન ધાર્મિક કાર્યો કરવામાં નિષ્કામે જીવન હેમ્યું છે. તમે પરસ્ત્રીત્યાગી, બાર વ્રતધારી શ્રાવક છે. સનાતન પ્રાચીન પરંપરાગમ દષ્ટિવાળા જુના વિચારવાળા છે તથા સાધુઓના ગુણાનુરાગી છે. જેની પાઠશાળાઓ સ્થાપવામાં, જેન ધાર્મિક કેળવણું વધારવામાં અમદાવાદવાળા શેઠ હીરાચંદ કક્કલભાઈ તથા ભાવનગરવાળા શેઠ કુંવરજી આણંદજીની પેઠે તમેએ ઉત્તમ આત્મભોગ આપે છે. જૈન શ્રેયસ્કર મંડળ સ્થાપીને તેમાં તમેએ સારે આગેવાનીભર્યો ભાગ લીધે છે. તમે મહેસાણા જૈન સંસ્કૃત પાઠશાળાને સત્યાવીસ વર્ષથી ચલાવી રહ્યા છે, તથા તપ કરવામાં તમે એક માસના તપ સુધી આગળ વધી ગયા છે, તથા જ્યાં ત્યાં ધાર્મિક કાર્યો કરવામાં અહંકારને દેશવટે આપીને કેવળ સાદાઈથી પ્રવર્તીને સાદાઈનું આદર્શજીવન ગાળે છે. તથા સર્વ સાધુ સાધ્વીઓની સેવાભકિત કરવારૂપ વ્યવહારધર્મમાં ગુતાન બની ગયા છે. આત્માથી છે, જૈન કેમની ઉન્નતિ કરવા જ્યાં ત્યાં તમારી લગની જોવામાં આવે છે. કન્યા વિક્રય દેષ નિષેધ તથા બાળ લગ્ન નિષેધ કરવામાં તમારી પ્રવૃત્તિ છે. તેમજ જેન કોમની સેવામાં તમાએ હજારે અપમાને સહ્યાં છે અને હજી ઉત્સાહથી જૈન ધર્મની સેવા કરે છે. મારે અને તમારે સત્યાવીસ વર્ષથી પરિચય છે તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com