________________
પરિણામે તે ગૃહસ્થ મૌન જ રહ્યા. ૧૧ પ્રકરણે પસંહાર–
છેવટે આ પ્રકરણમાં વેણચંદભાઈના વ્યક્તિગત જીવન વિષે જે કાંઈ માહિતીઓ મળેલી તેના ઉપરથી ટુંક ટુંક વિવેચન કરવામાં આવેલું છે. તેને ઉપસંહાર કરતાં હર્ષ થાય છે કે–તે અમારી ભાષામાં ન કરતાં એક પ્રસિદ્ધ અને વિદ્વાન જૈનાચાર્યના જ શબ્દોમાં કરવાથી કુંદનમાં જડેલા હીરાની માફક તે વધારે શોભી ઉઠશે. પુસ્તકનું નામ “કન્યા વિક્રય નિષેધ” છે. તેમાં અર્પણ પત્રિકા નીચે પ્રમાણે છે, જે અક્ષરશઃ આપવામાં આવે છે– મહેસાણા નિવાસી જૈન ધર્મ સંઘ સેવામાં અપચેલ
સુશ્રાવક શેઠ વેણીચંદ સુરચંદને
અર્પણ પત્રિકા. વિક્રમ સં. ૧૯૫૩-૫૪ ની મારી ગૃહસ્થદશામાં તમારે પરિચય થયે. તમને ગુરૂ મહારાજ શ્રી રવિસાગરજી મહારાજે ઉપકાર કર્યો. તમારી ધર્મ પત્ની મરણ પામ્યા બાદ તમારું લક્ષ્ય ધર્મ ઉપર વિશેષ લાગ્યું અને વિ. સં. ૧૯૫૪ ના કારતક માસમાં ગુરૂ મહારાજ શ્રી રવિસાગરજી મહારાજના પ્રમુખપદેથી શ્રી પંજાબી મુનિ દાનવિજયજીએ જૈન પાઠશાળા સ્થાપવાને ઉપદેશ આપે, તે તમેએ ઝીલી લીધો અને મહેસાણાના સંઘે ગુરૂ મહારાજના આદેશથી જૈન સંસ્કૃત પાઠશાળા સ્થાપના કરી. એ પાઠશાળામાં મુનિરાજ શ્રી કપૂર વિજયજી અને મારું આજેલ ગામથી ભણવા માટે આવવાનું થયું. પાઠશાળામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com