________________
આશ્ચર્ય તે જરૂર થાય છે કે-મુદ્રી હાડકાને માણસ દિનરાતની પ્રત્યેક ઘડી આવી રીતે શુભ પ્રવૃત્તિઓમાં વિતાવે છે, તે વખતે તેમની માનસિક શુદ્ધતા કેટલી બધી રહેતી હશે? એક યુવાનને શરમાવે તેવા તેમના ઉત્સાહનું પૂર કેટલું બધું જેસમાં રહેતું હશે ? અને આ ઉત્સાહ તેમના આત્માને શુભ અધ્યવસાયનાં કેટલાં બધાં સ્થાનકે સુધી હડાવી જતો હશે ? તેની તે આપણે કલ્પના જ કરવી રહી. અને વળી “જીવનનું સાર્થકય કંઈ થતું નથી” એવી જાતની વધારે ધર્મ કરવાની તીવ્ર તત્પરતા: આ બધું આપણને વેણચંદભાઈમાં કંઇક અનેરું બળ હતું એમ તો જરૂર સૂચવે છે. એવી વ્યક્તિઓ બહુ વિરલ જ હોય છે.
આજકાલના કેટલાક અદીર્ધદશ પરિવર્તકેના ઘણુ ઘણા આક્ષેપ ધાર્મિક અનુષ્ઠાનની પ્રવૃત્તિઓ તરફ થતા આપણે સાંભબીએ છીએપરંતુ વેણચંદભાઈની આ ભાવના તેને સચોટ જવાબ છે. દરેક જમાનામાં આવી વ્યક્તિઓની થેડી ઘણી સંખ્યા પણ તેને સચોટ જવાબ છે. બાકીના શાબ્દિક જવાબની કંઈ વિશેષ કિંમત નથી.
કેટલાક એટલે સુધી કહેવાની ધષ્ટતા કરે છે કે આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ જુદા જુદા ખાતામાં પૈસા કઢાવવાના સાધન તરીકે પણ કેમ ન હોય?
અલબત્ત ધાર્મિક પ્રવૃત્તિઓને કદાચ દંભ તરીકે પણ ઉપયોગ કોઈ કરે, પરંતુ વેણચંદભાઈની રહેણી કરણ અને પ્રવૃત્તિઓને સૂમ અભ્યાસ કર્યા પછી તેમને માટે એ શંકા કરવી એ કેવળ દૃષ્ટતા જ કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com