________________
૮૦
તેમનું ઉદાપન કરવામાં આવે છે, અને સગાંસંબંધીઓ, ઈટ મિત્ર, તથા સાધમિક તરફથી તે તપસ્વીને શક્તિ પ્રમાણે રોકડ રકમને ચાંદલે ધરવામાં આવે છે, તથા કેટલાક ભાવિક પુરુષે સારી રકમ પણ આ ચાંદલા નિમિત્ત ધરવાની ઈચ્છા રાખતા હોય છે. આ કો પ્રકાર વેણચંદભાઈએ ચાલવા જ દીધો નહીં. આ ઉપરથી તેમની તપશ્ચર્યા તદ્દન શુદ્ધ, કેવળ નિરાડંબરી અને આત્મકલ્યાણની ભાવનાથી–જેને જૈન પરિભાષામાં નિયાણારહિત અથવા નિશલ્ય તપસ્યા કહેવામાં આવે છે, અને અન્ય પરિભાષામાં નિષ્કામ કહેવામાં આવે છે, તેવી હતી. ખરેખર તેમની તપશ્ચર્યા કેવી નિષ્કામ અને અનન્ય છે? તે આ દાખલા ઉપરથી વાચક મહાશયે બરાબર સમજી શકશે. આ પ્રસંગતેમની તપની લગની કેવી હતી? તે સમજાવે છે. અને તે લગનીના પરિણામરૂપે જ ખાસ કરીને તેમણે કાઢેલાં રસેડાં તથા “આયંબલિ વર્ધમાન તપ” વિગેરે ખાતાંઓને હેતુ સમજાય છે કે-તપધર્મમાં પણ તેમનો આત્મા શુદ્ધ હેતુથી ભળેલો હતા, એટલું જ નહીં પરંતુ બીજા તપસ્વીઓને સગવડ કરી આપવામાં એ હેતુની સિદ્ધિ પરાકાષ્ઠાએ પહોંચશે, એમ તેઓ માનતા હતા. ૬. ધાર્મિક અનુષ્ઠાને.
તેઓએ બારવ્રત ઉચ્ચરેલાં હતાં. આ સ્થળે તેમના બારવ્રતની વિગતવાર નેંધ જે કે આપવી જોઈએ, પરંતુ વિસ્તારભયથી અમે તે આપતા નથી. કાયમ કંઈક ને કંઈક વ્રત તે હોય જ. અને વેકસી વિગેરેઅભિગ્રહ ધારણ તે તેઓને કાયમ ચાલુજ હતા. ચૌદ નિયમ પણ ધારતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com