________________
નગર, રાધનપુર, મહેસાણું, પાટણ, વિગેરે સ્થળામાં પણ તેવું જ ખાતું ખોલાયું છે. તેમાં પણ વેણચંદભાઈની પ્રેરણું તે હતી જ. મુંબઈમાં ખાતું ખોલાવવામાં મુખ્ય પ્રયત્ન તે તેમને જ હતો, છતાં આ ખાતાના મુખ્ય પ્રેરક અને ખાસ ઉપદેશક સગત આચાર્ય શ્રી વિજ્ય ધર્મસૂરિજીના સુશિષ્ય પં. ભકિત વજયજી મહારાજ ખાસ કરીને છે.
ર૩. ગિરિનાર તળેટીએ રસોડું.
શ્રી જયંત ગિરિ (ગિરિનાર પર્વત) ચડવા ઉતરવામાં કંઈક કઠિન છે, અને શહેર તળેટીથી વધારે દૂર છે. એટલે યાત્રાળુઓને યાત્રા કરી ઉતર્યા પછી ખાવા પીવાની ખાસ કરીને અડચણ રહે, એ સ્વાભાવિક છે. તેથી કરીને ધારણા પ્રમાણે સહેલાઈથી યાત્રા પણ ન થઈ શકે. આ અગવડ દૂર કરવાનો વિચાર વેણચંદભાઈને આવ્યા કે–ત્યાં રડું શરૂ કરાવી દીધું. તેનું ફેડે ય શરૂ કરી દીધું. જ્યાં કોઈ પણ ન હોય, પરંતુ વેણુચંદભાઈએ ધાર્યું એટલે ત્યાં કામ ઉભું થઈ જ જાય. તેમાં નિષ્ફળતાને એક પણ દાખલ હજુ નોંધાયો નથી. આ કામમાં પણ સફળતા મળી. હાલ તે ત્યાં મેટું ભવ્ય મકાન તૈયાર થઈ ગયું છે, તથા દાળ, ભાત, રોટલી, શાક વિગેરે ગરમ રસોઈથી થાકયા પાક્યા યાત્રાળુઓની ભક્તિ કરવામાં આવે છે. અને યાત્રાળુઓ રાતવાસો પણ ત્યાં જ રહી, બીજે દિવસે યાત્રા કરી શકે છે. આ સગવડથી મુનિમહારાજાઓ અને કેટલાક શ્રાવક ભાઈઓ શ્રી ગિરિનાર તીર્થની પણ નવાણું યાત્રા હવે કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com