________________
સાધન છે.” આ ઉદેશ સ્પષ્ટ સમજીને-વિચારીને જ તેમણે આ ખાતું શરૂ કર્યું હતું. જરૂર જણાય ત્યાં દીક્ષિતના કુટુંબને સહાય આપવામાં આ ખાતાને ઉપયોગ કરવામાં આવે છે. ૨૦. ચારિત્રધર્મના ઉપકરણ ખાતું
(સંવત્ ૧૯૬૧) આ અને ઉપરનું ખાતું એકજ ખાતાની બે બાજુ હોય તેવાં છે. દીક્ષા લેનારને અથવા બીજા મુનિમહારાજાઓને ચારિત્રનાં ઉપકરણે -જેવાં કે કામળી, વસ્ત્ર, પાત્ર, ઘાના પાટા, દશીઓ, દાંડા વિગેરે જરૂર પડયે આ ખાતામાંથી વહોરાવવામાં આવે છે ૨૧. સાધુ, સાધ્વીજી માટે એષધ ખાતું.
(સંવત્ ૧૫૬) આ ખાતાને ઉપયોગ અને ગુરૂભક્તિને હેતુ તેના નામ ઉપરથી જ સમજી શકાય તેમ છે.
રર. આંબેલ વર્ધમાન તપ. વર્ધમાન તપમાં એક આંબેલથી સે આંબેલ સુધી ચડવું પડે છે, અને એક એળી પુરી થયે પારણે ઉપવાસ કરવાને હોય છે. એમ કરતાં તે તપ લગભગ ચૌદ વર્ષ પુરે થાય છે. આ તપ કરનારાઓની સગવડ ખાતર પહેલાં પાલીતાણામાં ખાતું ખેલ્યું, તેનું ફંડ લગભગ લાખ રૂપિયા સુધીનું છે. તેને વહીવટ હાલ જામનગરવાળા શા. લાલચંદ લીલાધર કરે છે. પાલીતાણામાં આ ખાતું ખોલાયા પછી–મુંબઈ, અમદાવાદ, ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com