________________
પ૭
સહાયથી ત્રણ માળનું ઉપાશ્રયનું ભવ્ય મકાન સંપૂર્ણ થયું. જે ગામની વચ્ચે વચ્ચે છે અને ગામની શોભામાં એર વધારો કરે છે.
૧૯ દીક્ષિતના કુટુંબને સહાયક ખાતું.
( સંવત્ ૧૯૬૦. ). સંયમધર્મ તરફ વેણચંદભાઈને હાડોહાડ પ્રેમ હતું, અને દીક્ષા લેવાને માટે તે તેઓ દરેક વખતે તૈયાર જ હતા. દીક્ષા નથી લેવાતી તેથી કેટલેક વખત થી વિગેરે વિગઈઓને ત્યાગ કર્યો, અને પછી ઘીને બદલે તેલ ખાતા હતા, જેને પરિણામે તેમની એક આંખ ગઈ. કેટલાક મુનિમહારાજાઓની પ્રેરણાથી નિવિયાતું ઘી ખાવું શરૂ કર્યું હતું, અને “શાસનસેવાના કામમાં તમારા જેવાની જરુર છે, માટે ગૃહસ્થપણામાં રહી ધર્મ આરાધન કરશો તે પણ ઠીક છે, એવી રવિસાગરજી મહારાજ તથા બીજા કેટલાક મુનિમહારાજાઓની સલાહથી તેઓ જે કે દીક્ષા તો ન લઈ શક્યા, પરંતુ તેમનું જીવન લગભગ સાધુજીવનને મળતું જ કહી શકાય. મહિનામાં ૧૫ પૈષધ કરતા હતા અને સાધુપણની ભાવના જાગ્રત રાખતા હતા. જ્યારે હું પોતે દીક્ષા નથી લઈ શકતા–તે જે તે તેને હરકઈ રીતે સહાયક થવું,” એ ઉદ્દેશથી આ ખાતું ખોલવામાં આવ્યું છે. અને તેઓ એમ ચેકકસ માનતા હતા કે-“ચારિત્ર લેવું એ આત્મકલ્યાણને રાજ માર્ગ છે. તેના વિના તરવું મુશ્કેલ છે. માટે ચારિત્ર લઈને કે ચારિત્ર લેનારને હરકઈ રીતે સહાયક થઈને સંયમસ્થાનને સ્પર્શ કરે એ ભવિષ્યમાં ચારિત્ર પ્રાપ્ત કરવાનું ઉત્તમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com