________________
૫૪
રહે છે, અને ત્યાં પણ અભ્યાસીઓને પોતાના જ્ઞાનને લાભ આપવાને આત્મભેગ આપે છે, જે અનમેદનને પાત્ર છે. તેમના જામનગર જવા પછી મહેસાણુ પાઠશાળામાં તૈયાર થયેલા એક શિક્ષકને રોકવામાં આવ્યા હતા, પરંતુ હાલ કેટલેક વખત થયા શિક્ષકને અભાવે આ પાઠશાળાનું કામકાજ બંધ છે. આ ખાતે મુખ્યતયા સિદ્ધક્ષેત્રના યાત્રાળુઓને ઉદ્દેશીને ખેલવામાં આવેલું છે, છતાં તેને પ્રધાન ઉદેશ સૂક્ષ્મ બેધવાળા અભ્યાસીઓને મદદ કરી તત્ત્વના સૂક્ષ્મ બેધવાળા અભ્યાસીઓ તૈયાર કરવાને છે.
૧૪. આગમેદય સમિતિ. પવિત્ર આગમ ગ્રંથને છપાવી નાખવા માટે શ્રી સાગરા નંદ સૂરીશ્વરજી મહારાજે અસાધારણ ઉત્સાહ અને પ્રેરણાથી આગમવાના શરૂ કરી હતી. જેમાં જ્ઞાનરુચિવંત સાધુ, સાધ્વી, તથા શ્રાવક, શ્રાવિકા સાંભળવા બેસતા હતા. તે આ ગમોને શુદ્ધ કરી સારા કાગળ ઉપર સારા પ્રેસમાં છપાવવાના તથા વાચનાના કાર્ય માટે એક સમિતિ સ્થાપવામાં આવી હતી. જેનું નામ “ આગમેદય સમિતિ ” રાખવામાં આવ્યું હતું. તેમાં ખર્ચ માટે નાણું મેળવવા તથા બીજી કેટલીક વ્યવસ્થા માટે વેણચંદભાઈ સમિતિમાં કાર્યવાહક તરિકે જોડાઈને કાયા હતા. તે વખતે પણ તેમણે ખરેખર તેમાં ઝંપલાવ્યું જ હતું. આ ખાતામાં પણ હજાર રૂપિયા મેળવી આપ્યા, જેથી ઘણખરા આગમ છપાઈ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com