________________
૪૭
૧૦ શ્રી યશેાવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મ્હેસાણા. ( સંવત્–૧૯૫૪, કારતક શુદિ ૩.) વેણીચંદભાઇના સર્વ કાર્યમાં મુખ્ય અને પ્રસિધ્ધ આ ખાતું છે. સંવત્ ૧૯૫૩ ની સાલમાં મુનિમહારાજાઓને વિદ્વાન અનાવવાના વિચાર સ્ફુરાયમાન થયા અને તે દિવસે દિવસે દઢ થતા ગયા, કે- ધર્મ અને શાસનના આધાર વિદ્વાન અને ચારિત્રપાત્ર મુનિમહારાજાએ ઉપર છે, માટે ધર્મના અને શાસનના એ અંગને સ`ગીન બનાવવું જોઇએ.” એ વિચારને ન્યાયશાસ્ત્રના સંગીન અભ્યાસી સદ્ગત શ્રીદાનવિજયજી મહારાજની પ્રેરણાથી પુષ્ટિ મળી એટલે પછી વિચારે મૂત્ત સ્વરૂપ લેવા માંડયું. એક વાત મનમાં બેઠી અને મગજમાં ઘુમવા લાગી, પછી તેા કા ની સિદ્ધિ થવાના પ્રશ્નજ શે! રહે? મસ નાણાંની સગવડ કરતાની સાથેજ એકાદ પંડિત રોકી લઈ સંવત્ ૧૯૫૪ ના કારતક શુદિ ૩ ને દિવસે કામ શરૂ કરી દીધુ. તે વખતેય સ્થાનિક ભાઇઓને ઉત્સાહ સારા હતા. શા. હરગોવિંદદાસ મગનલાલના ખાસ પ્રયત્નથી મ્હેસાણામાં આ સંસ્થાની સ્થાપનાની ખુશાલીમાં ઝડપથી સામગ્રી તૈયાર કરાવી નમુક્કારસહી કરી સાધુમિક્રવાત્સલ્યના ઉત્સવ કરવામાં આવ્યે હતેા.
અમે અગાઉ લખી ગયા છીએ કે–મ્હેસાણા પણુ જૈન ધર્મનાં મુખ્ય સ્થળાવાળાં ગામામાંનું એક સારૂ સ્થળ છે. એટલે આ રીતે અભ્યાસની સગવડ થતાં મુનિમહારાજાઓનાં ચામાસાં અવાર નવાર થવાં લાગ્યાં, અને તે હજી સુધી ચાલુજ છે. ત્યાર પછી કાઇ પણ ચામાસુ` ખાલી ગયું હાય તેમ ઘણું ભાગે બન્યું નથી. અને ઉપાશ્રય વિગેરે ક્ષેત્રાનુકૂળતાના તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com