________________
રૂપેરી વરગથી કાયમ તળાટીએ પરંપરાગત ગિરી પૂજા કરવાની યેજના ચાલુ રાખવામાં આવી છે.
૯. સિદ્ધાચલજી ઉપર આશાતના ટાળવા ખાતું,
(સંવત્ ૧૬૧.) સદગત પન્યાસજી શ્રી મણિવિજયજી મહારાજે એક વખત ઉપદેશ આપે હતું કે–“ગિરિરાજને ક્ષેત્રવિસ્તાર વિશાળ ગણાય, સંભાળ રાખવા છતાં યે આશાતનાને સંભવ રહી જાય. ગિરિરાજ પવિત્રમાં પવિત્ર છે. તેને કાંકરે કાંકરે અનંત સિદ્ધ થયા છે, અર્થાત્ તેના અણુએ અણુ પવિત્ર છે. તેની લેશમાત્ર આશાતના ન થાય તેને માટે પુરેપુરા સાવચેત રહેવું જોઈએ.
યાત્રિકે ના વિચારમાં મલીનતા આવે, ભાષામાં દુષિતતા દાખલ થાય, કે કાયાથી આશાતના થાય તે પણ તેની પવિત્રતાના લાભમાં ખામી પહોંચે છે. આશાતના થવાના અનેક પ્રકારે છે, જેવા કે–પ્રક્ષાલનમાં ખામી હોય, બંગલુંછણ કરવામાં ખામી હોય, ઉતાવળથી પખાલ વિગેરે કરવામાં આવે, પ્રતિમાજી ઉપર સૂક્ષ્મ મેલ જામે, કાજે બરાબર ન લેવાય, મંદિરમાં જાળાં બાઝે, આજુબાજુ કે પ્રાણીનાં કલેવરો પડે, આ તીર્થની યાત્રાથી વચિત રહિયેઃ એમ અનેક રીતે આશાતનાને સંભવ છે. તે દૂર કરવા ખાસ સાવચેતી રાખવી જોઈએ, આશાતના ન લાગવા દેવા સાથે યાત્રાની સફળતાને વિશેષ આધાર છે. આ ઉપદેશથી પ્રેરાઈને ગિરિરાજના વાતાવરણને પવિત્ર રાખવાના ઉદ્દેશથી આ ખાતે ખેલવામાં આવ્યું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com