________________
લલચાય, તે તેમને માટે સર્વથા ઉચિતજ હતું. અને એમ જણાય છે કે એ વિચારને પરિણામે તેમણે કલ્યાણકના દિવસોની યાદી પ્રજામાં વહેંચી હતી. મહેસાણાનાં જૈન મંદિરમાં ભગવંતનાં કલ્યાણકને દિવસે તે તે મંદિરમાં તે તે ભગવાનની વરક અને પુષ્પાદિથી પૂજા થાય તેવી
જના કરી છે. પિતે પણ તે કામમાં રસ પૂર્વક ભાગ લેતા હતા. આ ઉપરથી તેમની પસંદગી કઈ જાતના કામે તરફ હતી? તે હેજે જણાય છે. આધુનિક પ્રકારની જયંતીઓ ગમે તે કંઈક નુકશાન કરે છે, એમ કબૂલ કરવામાં આવે, તે તે નુકશાન આપણને જ થાય છે એમ નથી, પણ ભારતના બીજા આર્ય ધર્મોને પણ થાય છે.
૬. સિદ્ધાચળનું ફૂલ ધૂપ ખાતું.
(સંવત-૧૯૬૪ ના અશાડ વદિ ૧૧.) કઈ પણ જેને સંતાનને શ્રી સિદ્ધગિરિ તરફ ભકિત અપૂર્વ હોય છે, તે પછી વેણચંદભાઈ જેવા માટે તે કહેવું જ શું? તેઓને વસવાટજ ઘણે ભાગે સિદ્ધગિરિની છાયામાં જ રહેલો છે, અને તેથી આ તીર્થની ભક્તિને ઉદ્દેશીને જે જે પ્રકારે હાથ લાગતા, તે તે રીતે તેની ભક્તિ કરવા રાતા હતા, અને તેથી આ અને આની પછીનાં બીજાં ત્રણ ખાતાં શરૂ કરેલાં હતાં.
દરેક ટુંકમાં દરેક પ્રતિમાજીની દરરોજ ફૂલ અને ધૂપથી પૂજા થાય એ હેતુથી આ ખાતું શરૂ કરેલું છે.
હંમેશ એક પ્રતિમાજીને એક, એ પ્રમાણે ગણીને માળી દ્વારા દરેક ટુંકમાં જોઈએ તે પ્રમાણે ફૂલ પહોંચાડવામાં આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com