________________
૭ જ્યારે એક વખત સમાજને આખે ભાગ મહાપુરૂષનાં કલ્યાણક શાસ્ત્રવિહિત સચોટ રીતથી ઉજવવામાં એક સરખો ભાગ લેતું હતું, તેમાંથી એમાંને અમુક વર્ગ જુદો પડીને, કેવળ ભાષણ વિગેરે સગવડિયા રીતથી ઉજવી લઈ સંતેષ માની બેસે, અને બીજા પ્રકારો તરફ ઉદાસીન રહે, બેદરકાર રહે, અથવા અણગમ ધરાવે, તે એ સ્થિતિમાં પ્રજાનું મબળ એક પગથિયું ઉતરી જાય છે. એ સૂમ દષ્ટિથી વિચારવું જોઈએ.
૮ કેટલીક વખત વસ્તુસ્થિતિના અજ્ઞાનને લીધે આવી સભાઓમાં સારી વસ્તુઓની ટીકા થાય, ભળતા જ વલણની પુષ્ટિ થાય, મુખ્ય પુરૂષના ખાસ ગુણે ઢંકાઈ જાય અથવા ગૌણ ગુણે પ્રધાનપણે વર્ણવાઈ જાય, અને તેથી કેટલાક જમ ફેલાય, તેને લીધે પ્રાસંગિક વાણિયાદો ઉપસ્થિત થાય. એક જ વર્ગમાં પાટીઓ પડી કુસંપના બીજ રોપાય, એ. આ કટેકટીના સમયમાં નહી ચલાવી લેવા જેવી બાબત છે. ગમે તેવી સુંદર જનાઓ મુતવી રાખીને પણ એક સમૂહમાં એકયનો ભંગ ન થવા દે, એ આ સમયમાં મોટામાં મોટી સેવા છે. ઐક્યનો ભંગ થવા દઈને ગમે તેવી સુંદર યોજનાઓ અમલમાં લાવવા છતાં તેને ફાયદે મેળવવાની અને અત્યારે ચાલી રહેલા નુકશાનમાંથી બચવાની આશા રાખવી એ આકાશકુસુમવત્ છે.
આ રીતે આ જયંતીની ધૂનવાળા સમયમાં–જેન પ્રજા કલ્યાણકેની યોજના ન ભૂલી જાય, એટલા જ માત્ર એ હેતુથી કલ્યાણુકેની ભક્તિ તરફ વેણુ ચંદભાઈ પ્રજાનું ધ્યાન ખેંચવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com