________________
તીર્થકરના ૧૨૦ એક સો વીશય કયાણકે પ્રજા પાસે ઉજવાવવાની તે આશા રાખીજ શી રીતે શકાય ? અલબત તે તે પૂજ્ય અને ઉપકારી ગુરુઓની ભક્તિનિમિત્તે તેમના ગુણાનુરાગી શિષ્યો વિગેરે તે તે દિવસે કંઈ પણ વિશિષ્ટ વૈજનાથી ભક્તિ કરે તે ઈચ્છવા જેવું જ છે, પણ તેમાં બે વસ્તુને ખાસ
ખ્યાલ રાખવાની જરૂર છે. ૧ તે સમારંભની યોજનાને એટલું બધું જાહેર અને ઉત્કૃષ્ટ
સ્વરૂપ ન આપવું જોઈએ કે જેથી કરીને તીર્થકર ભગવંતના કલ્યાણક ઉજવવાના કે જયંતી ઉજવવાના પ્રકાર કરતાં તેમની વધારે ભવ્યતા થઈ જાય, તે રીતે કરવામાં પૂર્વ પુરુષોની આશાતના છે. અને – ૨ બીજું ગુરુમહારાજની તીથિની તીથિએ ભક્તિ કરવાની રીત શાસ્ત્રમાં જે બતાવી છે તે સિવાય બીજી ન હોવી જોઈએ. આટલી મર્યાદા શાસનના હિત ખાતર જાળવવી.
જરૂરી લાગે છે. ૬ વળી આધુનિક જયંતીઓમાં કઈ ખાસ વિશિષ્ટ ધાર્મિક અનુષ્ઠાને, કે જેમાં–જવાબદારી વિશેષ હોય, મન, વચન, અને કાયાના સંયમ કેળવવાના હોય, તેવા કોઈ પ્રકારે નથી હોતા. ખરી રીતે જેમની જયંતી ઉજવવાની હોય, તેને આદર્શ યથાશકિત જીવનમાં અમલમાં મૂકવામાં જ તેમની જયંતી અર્થવતી છે. ત્યારે આજે સર્વની જયંતી “ભાષણ” અને માત્ર સભા ગોઠવવાના પ્રકારમાં જ પરિણામ પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com