________________
બતાવવાથી કલ્યાણકભક્તિ વિષેને આ ખાતાની મહત્તાને ખરે ખ્યાલ આવશે. ૧ “જયંતી” શબ્દ, જૈન શાસ્ત્રમાં પ્રસિધ્ધ કે વિહિત શબ્દ નથી. છતાં, જે ઉપયોગી વસ્તુ માટે યેજના કે શબ્દ ન હોય, અને તેની જરૂર હોય, તે બીજેથી શબ્દ કે યેાજના લેવામાં બહુ વાંધા ન લઈએ, પરંતુ અહીં “કલ્યાણક” શબ્દ પ્રસિદ્ધ છે. તે ઉજવવાની યોજના પણ છે. “યંતી” શબ્દને વધારે વજન આપવાથી “કલ્યાણક” શબ્દ ઉપર ઉછરતી પ્રજાના મનમાં પડદે પડતા જાય
છે. એ પહેલું નુકસાન થાય છે. ૨ “જયંતી” શબ્દ જૈન સંઘમાં સર્વ સમ્મતિ પૂર્વક
સ્વીકૃત નથી, પરંતુ માત્ર અમુક ભાગ તરફથી દેખાદેખીથી યથેચ્છ પ્રવૃત્ત છે. કઈ પણ મુખ્ય સંસ્થાના માત્ર અમુક જ ભાગ તરફથી યથેચ્છ પ્રવૃત્ત કેઈ પણ પ્રવૃત્તિ ભેદકરુપે કામ કરતી હોવાથી પરિણામે કુસંપની પ્રેરક થઈ મુખ્ય સંસ્થાના ઐક્યબળને ઘાતક નિવડે છે. કોઈપણ સામુદાયિક પ્રવૃત્તિ સર્વ સમ્મતિથી સ્વીકૃત હોય, તે તે જ તે કલ્યાણક નિવડે છે. આ તેવી નથી, માટે
અકલ્યાણકર-ભેદક છે. એ બીજે દોષ. ૩ જયંતી ઉજવવાની હાલની રીત, કલ્યાણક ઉજવવાની
શાસ્ત્રવિહિત રીતથી જુદી છે. અર્થાત્ શાસ્ત્રવિહિત રીત ઉપર પડદો પડતો જાય છે, તથા નવી પ્રજા તે ભૂલતી જાય છે. આ ત્રીજે દોષ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com