________________
ઉપયોગી થાય તેવા દ્રવ્ય-પદાર્થો જરૂરિયાત હોય ત્યાં ગ્યતા પ્રમાણે આપવા માટે આ ખાતું રાખવામાં આવેલું છે.
૪ લેપખાતું. [ સંવત્ ૧૯૯૦ ] - જે જે સ્થળે પ્રતિમાજીનાં અંગ ઘસાઈ ગયાં હોય કે ખંડિત જેવાં હોય, તેને લીધે કંઈક આકૃતિમાં ફેરફાર પડી ગયું હોય તે સ્થળે સ્થાનિક સંઘની માગણથી કુશળ કારીગરે મોકલી લેષાદિક કરાવી આપી પ્રતિમાજીને મનોહર દર્શનીય બનાવી દેવામાં આ ખાતાને ઉપયોગ થાય છે. પ્રતિમાજીની મને હર દર્શનીયતા ભાવવૃદ્ધિનું કારણ થાય છે, અને ભાવવૃદ્ધિ આધ્યાત્મિક જીવનમાં ખાસ ઉપયોગી છે. જેનજીવન અધ્યાત્મપ્રધાન છે, અને અધ્યાત્મ મોક્ષનું અસાધાર્યું કારણ છે. એમ પરંપરાએ પ્રતિમાજીની મને હર દર્શનીયતા મોક્ષનું અંગ બને છે. આ દષ્ટિથી આ ખાતાની કાયમી ઉપયેગીતા બરાબર સમજાશે.
૫ કલ્યાણક દિવસે ભક્તિ. [સંવત્ ૧૯૭૨.]
ભારતીય જૈન ઈતિહાસમાં સર્વોત્કૃષ્ટ મહાન પુરૂષના તપાસ કરીશું તે સૌથી મુખ્યપણે ચોવીશ તીર્થકર ભગવતે જ છે. તેઓ જ આદર્શ પુરૂષે છે, તેઓ સિદ્ધ થયેલા છે, અને તેઓ જ સિદ્ધિનો માર્ગ બતાવનારા છે. આ તીર્થકર ભગવંતેના જીવનના ખાસ મહત્ત્વના–જગદુપકારના પ્રસંગ કલ્યાણક કહેવાય છે. એવાં પાંચ કલ્યાણક થાય છે. ૧ વન, ૨ જન્મ ૩ દીક્ષા–પ્રત્રજ્યા-અભિનિષ્ક્રમણ, ૪ કેવળજ્ઞાનત્પત્તિ, અને ૫ નિર્વાણપ્રાપ્તિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com