________________
એ પણ સૌથી વધારે અગત્યનું છે. તેથી જીર્ણ મંદિરને ઉદ્ધાર થાય તે ઘણું સારૂં” એ ભાવના વેણચંદભાઈના હૃદયમાં ઘણું વખતથી વસેલી હતી. તેની સિદ્ધિ-શ્રી શત્રુંજય, ગિરનાર, આબુ, રાણકપુર, વિગેરે તીર્થસ્થળોમાં તથા મારવાડ, મેવાડ વિગેરે પ્રદેશમાં પણ જિનમંદિરને જિર્ણોદ્ધાર કરાવીને કેટલેક અંશે કરી હતી. જીર્ણોદ્ધાર કરેલાં મંદિરેથી યાત્રાળુઓ અને ભાવિક પુરૂષ દર્શન વિગેરેથી જે લાભ ઉઠાવે, તેથી જીર્ણોદ્ધાર કરનાર-કરાવનારને આત્મિકલાભ થાય, એ દેખીતું જ છે. આ જીર્ણોધ્ધાર ખાતામાં લગભગ આઠથી દશ લાખ રૂપિયા જુદા જુદા ગૃહસ્થા તરફથી તેમના હાથે ખર્ચાયા હશે.
માળવા, મેવાડના જીર્ણોદ્ધારમાં આગમેદારક આ. ચાર્ય શ્રી સાગરાનંદસરિ મહારાજને ખાસ ઉપદેશ હતે. અને ગિરનારજીના જીર્ણોદ્ધારમાં આચાર્ય શ્રી વિજયનીતિસૂરિ મહારાજને ખાસ સતત ઉપદેશ સહાયકારક હતે. ઉપરાંત રાધનપુરવાળા સદગત શેઠ મોતીલાલ મૂળજી તથા વેરાવળવાળા શેઠ ગોવિંદજી ખુશાલે પણ કેટલાક પ્રદેશોમાં તેમની સાથે ફરી તે કામમાં મદદ કરી હતી.
છેલ્લા દોઢેક વર્ષ થયાં તારંગાજીના જીર્ણોદ્ધારનું કામ ઉપાડયું હતું, પરંતુ માંદગીમાં સપડાતા નિરાશ થઈ તે કામ છોડી દીધું અને એ ખાતાની એકઠી થયેલી રકમ અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણજીને સેપી દીધી.
૩ કેસર સુખડ. [સવ-૧૯૬૧] કેસર, સુખડ, બરાસ, બંગલુંછણ વિગેરે પ્રભુભક્તિમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com