________________
૩૬
અજિમગંજ સુધી પહોંચ્યા હતા, અને એકંદર લગભગ ૫૦૦ સે ગામની મુસાફરી કરી વળ્યા હતા, તેમજ એક ગામથી. બીજે ગામ જવામાં સામાન જાતે ઉપાડી પગે ચાલીને મુસાફરી કરતા હતા. એમ પણ સાંભળ્યું છે કે લોકેના આગ્રહથી કઈ વખત સાથે મજુર રાખતા હતા, પણ ગામ છેડી થોડે દૂર જાય કે સામાન પતે ઉપાડે અને બીજું ગામ નજીક આવે ત્યારે મજુરને સેંપી દે. અને તે એવી ભાવનાથી કે “પ્રભુની ભકિત કરવાને સામાન છે તેથી જાતે જ ઉપાડ જોઈએ.”
થોડા વખતમાં ઘણું કામ કરવાની હશે ખાવાપીવાની પણ બહુ દરકાર રાખતા નહીં. માત્ર ચક્ષુ ટીકા ચાડવાનું જ કામ પતાવતા હતા, એટલું જ નહીં, પરંતુ પ્રતિમાને ઉવટણા કરતા હતા. દેરાસરને (દેવગૃહેશ્વરને) યે સાફ કરી આરિસાભુવન જેવાં બનાવતા હતા, અને બીજી અનેક રીતે આશાતનાઓ દૂર કરતા હતા. આ કામમાં વેણચંદભાઈના લઘુ બંધુ કિશોરભાઈએ પણ છેડે વખત જાતમહેનત લીધી હતી.
આ કામમાં ખર્ચ પણ મોટો કર્યો છે. તેને માટે ગામે ગામ ટીપ ચાલુ જ હતી. તેથીજ અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઇને અત્યન્ત પ્રેમ તેમણે મેળવ્યું હતું. આ કામથી તેઓ વેણચંદભાઈને પુત્રતુલ્ય ગણતા હતા. આ ખાતાનું કામકાજ તે હવે બંધ છે. તેને બદલે અમદાવાદમાં “જિનબિંબ ચક્ષુસ્થાપક કમિટી” નામનું એક ખાતું અસ્તિત્વ ધરાવે છે.
ર જીર્ણોદ્ધાર [ સંવત્ ૧૫૬] જીર્ણ થયેલાં મંદિરને સુધરાવી સારી સ્થિતિમાં મૂકવાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com