________________
કામ ચાલુજ હેય. અને કેટલીક વખત હજામત કરાવવાને પણ વખત મળવું મુશ્કેલ થઈ પડે. તે કરાવવા જાય તે બીજાં કામે માટે વખત લૂંટાતે લાગે. તે વખતે રાત્રે પિતે હાથમાં દીવે પકડી રાખે, હજામ હજામત કર્યું જાય અને કારકુન ટપાલ લખે જાય. આવી ઉત્કટ કામ કરવાની સતત પ્રવૃત્તિ ઉપરથી તેમના હૃદયમાં કેવી લગની હશે? તેના ઉંડાણના પ્રદેશમાં આપણને લઈ જાય છે, અને ભાન કરાવે છે કે–સેવક નામ ધરાવવું સહેલું નથી, પણ તેની પાછળ કેટલી જવાબદારી અને કેટલી તૈયારીની જરૂર પડે છે? ત્યારે ખરા સેવક થઈ શકાય છે! એ જાનને બોધ લેવાને આપણને તેમાંથી પ્રસંગ મળે છે. પોતાના સ્વાર્થના કામ માટે તે અનેક જાતની મહેનત ઉઠાવનારા ઘણું મળી શકે, પણ કેવળ અંગત સ્વાર્થ સાથે બિલકુલ સંબંધ ન ધરાવતાં કાર્યોમાં ઓતપ્રોત પરોવાઈ જવું, એ વિરલાઓ માટે જ હોય છે.
વળી તે તે કામને માટે કામ કરી શકે તેવા માણસો મેળવી લઈ ગોઠવી દેવાનું પણ તેમને સુલભ હતું. એક જાય તે બીજાની હાજરી હોય જ. પગાર વિગેરેમાં પુરતી કરકસર, ઉડાઉપણું જરા યે નહી. અને જે માણસ ક્યા કામને લાયક છે, એ ધ્યાનમાં રાખ્યા જ કરે અને આગળ પાછળ ગોઠવણ ચલાવ્યેજ જાય. કામ કરનાર માણસ મનમા ન મળે તે કદાચ કામ ચાલવું બંધ રહે. છતાં તેને નાણાં, મિલકતે બરાબર સચવાઈ રહે, તેની કાળજી સૌથી પહેલાં જ કરતા જણાયા છે. આ
ઘણું સલાહે, ટીકાઓ, સૂચનાઓને પ્રવાહ છૂટતો હોય છતાં તેથી એકાએક દેરાઈ ન જતાં, પિતાની ધારણા પ્રમાણે, અને કાર્યક્ષેત્રની પરિસ્થિતિ પ્રમાણે કરવા જેવા ફેરફાર કરે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com