________________
હગાડ કરતા
નથી
૩૦ પિતાની ધ્યાનમાં ન બેઠા હોય તે ન પણ કરે. છતાં દરેકનું સાંભળે, દરેક પાસેથી સૂચનાઓ માગે અને પિતાના મનમાં પિતાની શક્તિ પ્રમાણે તુલના પણ કરે. ઠીક લાગે તે અનુમોદના કરે અને અમલમાં મૂકવા જલદી તૈયાર થઈ જાય. અને ઠીક ન લાગે તે તેને સ્પષ્ટ વિરોધ ન કરે. આથી કરીને કેઈને બિનજરૂરી ખોટું લગાડે નહીં. તેવી સ્થિતિમાં મૈન ધરી લે, સાંભળી લે અને ઠીક લાગે તેમ કરે. એકદમ કામની ક્ષેત્રમર્યાદા વધારી દઈ પાછળથી કામ તૂટી પડે, તેવી રીતે એમના કામ માટે ઘણે ભાગે બન્યું નથી. તેથી એમનામાં દીર્ઘ દૃષ્ટિ કેટલે અંશે હતી? એ બરાબર સમજી શકાય છે. કેવળ આરંભે શૂરા જેવો ઘાટ નથી બને, એમ કહીએ તો પણ ચાલે. એક હેડીમાં જેટલું આવે તેટલો ભાર ભયે જઈએ, તે છેવટે એ હોડી ડુબે. તેવી જ રીતે કાર્યવાહકે પણ જેની આવે તેની દરેક સુચનાઓને અમલ કરવા માંડે, તે છેવટે તે કાર્ય ચૂંથાઈ જાય, વેરાઈ જાય, અને પરિણામે નાશ પામે, એવો પણ પ્રસંગ કદાચ આવી જાય. તેથી જેઓને કામ કરવા છે, તેમણે તે વાતને પણ ખ્યાલ રાખવો પડે, અને સૂચનાઓને ટેકે ન મળે તે સામાનું દિલ દુભાય, તેનો પણ વિચાર કરવો પડે, આ બધી વિકટ પરિસ્થિતિ વચ્ચે કામ કરવાનું હોય છે. તેને એ અર્થ નથી કે કઈ પણની સલાહ લેવી જ નહિ. લેવી, પણ તેને તેલ કરી ખાતાની પરિ. સ્થિતિ પ્રમાણે તેને અમલ કરો એમાં જ કાર્યકુશળતા છે. વેણચંદભાઈમાં કાર્યકુશળતા હતી કે નહીં? તેના કંઈ લેખિત પુરાવા આપણને કદાચ નહીં મળે, પરંતુ તેમણે ઉપાડેલાં કામોની પરંપરા, તેના વર–ઓછે અંશે આવેલા પરિણામો, તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com