________________
અનુસરીને કમિટી, મેળાવડા, રીપેર્ટ, બંધારણના નિયમો વિગેરે બેઠવણ તેઓ કરતા હતા. જે લકે તેવા પ્રજને ઉઠાવે તેને તે બતાવી. શકાય, માટે તે સામગ્રી પણ રાખતા હતા. પરંતુ પૈસા આપનાર લેકેને ઘણે ભાગ તે એમાંનું કંઈ પૂછતોજ નહીં. વેણીચંદ ભાઈ ઉપર વિશ્વાસ જ એમાં મુખ્ય હતો. અને વેણીચંદભાઈને તે એક હથ્થુ હોય કે અનેક હથ્થુ હોય, તેની સાથે ખાસ લેવા. દેવ હતી. કારણ કે તેમને તે ખરા અંત:કરણથી કામ કરવું, એજ લગની હતી. આમ પૈસા આપનાર અને વેણચંદભાઈનાં મનોમન સાક્ષિ થતાં હતાં. તથા જે લેકે બંધારણેના વિચારોથી ટેવાયેલા હતા, તેમને પણ સંતોષ આપી શકાતે હતો. બીજી રીતેભવિષ્યમાં પણ મિલ્કતો અને કામને જોખમ ન લાગે, એ પણ તેમની દષ્ટિ હતી તે ખરીજ.
આમ છતાં વેણચંદભાઈને હમેશ સહેલાઈથી નાણું મળી જતાં હતાં એમ નહોતું, કારણ કે-બધાનાં દિલ એક સરખાં નથી હોતાં. કશું કારણ ન હોય તે પણ “પ્રાણ આપવા અને પૈસા આપવા ” એ કેટલાકને મન સરખું થઈ પડે છે. આ જાતને પણ મનુષ્યસ્વભાવ છે. તે સ્થિતિમાં વેણચંદભાઈજરા એ મુંઝાયા વિના પોતાની મહેનત ચાલુ રાખતા હતા, અને તે એટલે સુધી કે હડહડતા અપમાન કરવામાં આવે તે પણ આ પુરૂષ ડગેજ નહીં, બધુંયે ગળી જાય. ગમે તેવા વિરૂદ્ધ વિચારને હલે માથે આવી પડે, તે પણ મનમાં જ પરિણાવી દે. તેનું તેમને કાંઈ દુઃખજ નહીં, જાણે કાંઈ બન્યું જ નથી. અને પિતાની દલીલો તે ચાલુ રાખે જ જાય. બહુ ગુસ્સે થાય, તે બે ચાર દિવસની ગાબચી મારી જાય, અંતર પાડી દે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com