________________
આ કામ કરતી વખતે તેઓ તેમાં તન મનથી લાગી જતા હતા. હજારે માઈલેની મુસાફરી મહિનાનામહિના સુધી કરતા હતા. ધાર્મિક અનુષ્ઠાન સિવાયની બીજી બધી પ્રવૃત્તિઓને ગૌણ કરી નાંખતા હતા, કહેવું જોઈએ કે શરીરની પણ દરકાર ન રાખતાં બધી શક્તિ તેમાં જ હેમી દેતા હતા. - વેણીચંદભાઈને જેમ સર્વ કેઈ આજે ઓળખે છે, તેમ તે વખતે વેણચંદભાઈ પણ સૌને ઓળખતા થઈ ગયા હતા. આખા દેશભરમાં કણ કણ આગેવાને છે? કેણ કે સુખી છે? કોણ કોણ ઉદાર છે? કેણ કેણુ વિદ્વાન છે? કોણ કામ કરવામાં કુશળ છે? વિગેરેથી બહુજ પરિચિત થઈ ગયા હતા અને તે એટલે સુધી કે તેને કેવો સ્વભાવ છે? કેણ કઈ જાતના વિચાર ધરાવે છે? કયું કામ કેની પાસે કરાવી શકાશે ? કેને કર્યું કામ પસંદ છે? વિગેરે તોથી વેણચંદભાઈ સારી રીતે માહિતગાર થઈ ગયા હતા. કેટલાક કુટુંબમાં તે “વેણચંદ કાકા” બાળકો અને સ્ત્રીઓને પણ ઓળખતા હતા, એટલું જ નહીં પણ તેના સ્વભાવ અને પસંદગીના પણ અભ્યાસી થઈ ગયા હતા. અને તેઓ પાસેથી પણ કામે લઈ શકતા હતા, પિસા મેળવી શક્તા હતા. અર્થાત કહેવું જોઈએ કે સંઘની તાત્કાલીન ચાલુ સ્થિતિથી ઘણી રીતે તેઓ વાકેફ હતા.
જે કામ ઉપાડતા તે તુર્તજ શરૂ કરી દેતા હતા, અને જે રીતે ચલાવી શકાય તે રીતે ધમધોકાર ચલાવીને, કામને-પૈસા આપનારની દષ્ટિમાં લાવી દેતા હતા. આથી પાછળથી પણ તેમને તેને માટે પુષ્કળ નાણું મળ્યાં કરતાં હતાં. અને વિશ્વાસથી તેમની જ જવાબદારી ઉપર સોંપવામાં આવતાં હતાં. યદ્યપિ વાતાવરણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com