________________
તેઓ પણ વેપારનો રોજગાર કરી આજીવિકા મેળવતા હતા.
પિતાના જમાનાની વ્યાપારી પરિસ્થિતિ પ્રમાણે તેઓ રૂ. સરસવ, એરંડા વગેરેને સટ્ટો અને દલાલી કરતા હતા. મહેસાણમાં તેમની દુકાન હતી, તેમાં ભાગીદારે અને ગુમાસ્તાની સહાયથી વેપાર કરતા હતા. મુંબઈ પણ કેટલાક વખત વ્યાપાર માટે રહેતા હતા. સામાન્ય રીતે મુંબઈમાં તેમનું નામ જાહેર હતું, જેથી શિરનામા વગરના તારે ઘણુ વખત તેમને મળી ગયાના ઘણા દાખલા છે.
આ બધી પ્રવૃત્તિ છતાં ધર્મ, અર્થ, અને કામ: એ ત્રિવગને જરા પણ વિષમ ન થવા દેવાની પૂરતી કાળજી તેઓ રાખતા હતા. ઉપરાંત, ધર્મને વિશેષ સ્થાન આપવામાં તેમની વિશેષતા હતી. ગમે તેવા પ્રસંગમાં પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, વગેરે ધાર્મિક અનુષ્ઠાન ચૂક્તા જ નહીં. એટલું જ નહીં પણ કેટલીયે વાર આર્થિક લાભને ભેગ આપીને પણ ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લીધા વિના રહેતા નહીં, કારણ કે તેઓ ધર્મને જ સર્વસ્વ માનતા હતા ધર્મ તેઓની રગેરગમાં વ્યાપ્ત હતે. ખરેખર, આવી ઉત્કટ ભાવના વિના અનેક પ્રકારની વિચિત્ર ઘટનાવાળા આ પ્રવૃત્તિમય જીવનમાં ધાર્મિક જીવનને સતત હેતે પ્રવાહ ટકી જ ન શકે આપણે લાખ માણસને એવા પણ જોઈએ છીએ કે જેઓ સગવડ, વખત અને સાધનસામગ્રીની અનુકુળતા હોવા છતાં, ધર્મને યાદ પણ ન કરતાં માત્ર એશ-આરામ અને મેજ-મજાહમાં જીવન વિતાડે છે, ત્યારે વાસ્તવિક રીતે તેમની આ પામરતા માટે દયા ઉપજ્યા વિના રહેતી નથી. પામર અને સંસ્કારી પુરૂછે માં આજ મોટે ફેર છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com