________________
૧૫
હિલચાલ પણ ચલાવી રહ્યા હતા. વેણીચંદભાઇ તે વખતે મુંબઈ રહેતા હતા. તેમના તરફથી સમાચાર આવ્યા કે “મારે માટે કશી હિલચાલ કરશે નહીં, મારે પરણવાનું બંધ છે.”સૌ આયમાં પડયા. પત્નીના મરણથી દુ:ખગર્ભિત વૈરાગ્ય આવી જવાથી વેણચંદભાઈએ પરણવાની ના ન્હાતી પાડી.પરંતુ વિષએને વિષ અને સંયમને અમૃત સમજીને તેમણે ના પાડી હતી. કારણ કે પહેલેથી જ બન્ને પતિ-પત્નીએ ગુપ્ત પણે ચાવજ જીવ માટે ચતુર્થવ્રત-બ્રહ્મચર્યવ્રત ઉચ્ચારી લીધું હતું, જેની લેકેને હવે જ ખબર પડી. આ રીતે તેમની પવિત્ર પત્નીને વેગ સોનામાં સુગંધ મળવા બરાબર હતે. વિષયસેવનનાં સાધને મેળવવામાં કે વધારવામાં સ્ત્રી-પુરૂષની ઉન્નતિ નથી, પણ તેને સંયમ કરવા માંજ ખરી ઉન્નતિ છે. અવનતિને ઉન્નતિ માનવી એ ચેફ જમ છે, ગંભીર અજ્ઞાન છે.
આવા ટુંકા ગૃહસ્થજીવનમાં પ્રસન્નબાઈને લગભગ ૩ અથવા ૪ સંતાને થયાં હતાં, પરંતુ તે લાંબે વખત આવી શક્યાં ન્હોતાં. માત્ર એક પુત્રી નામે મેતી બહેન મોટા થયા હતા. તેમનામાં પણ ધાર્મિક સંસ્કારને વારસો માબાપમાંથી ઉતરી આવેલ હતું. આ પુત્રીને મહેસાણામાંજ પરણાવ્યા હતા, પરંતુ કેટલેક વખતે તેઓ અને પાછળથી જમાઈ પણ ગુજરી ગયા. બસ, પછી તે એકલા, કશી પણ ઉપાધિ વગરના-ફક્કડ વેણચંદભાઇ રહ્યા. વાચક બંધુઓ! કુદરતને આમાં શે સંકેત હશે? ૧૦. ધ ધે-રોજગાર–
વેણીચંદભાઈનું કુટુંબ વંશપરંપરાથી ધંધા-રોજગાર વણિક હતું. આથી વારસામાં તેમને વાણિજ્યને ધંધે મળેલ હતું. તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com