________________
૧૮૪
-
ધર્મતત્વ
વૃત્તિઓની શું સમુચિત કૃતિ થઈ શકે ?
ગુર–એ વિષયમાં તો મનુષ્યોજ મનુષ્યને ઉત્તમ સહાય આપી શકે છે. શિલ્પવિદ્યા ચિત્રવિદ્યા, સંગીતવિદ્યા, તથા નૃત્યવિદ્યા વિગેરે વિદ્યાઓ મનુષ્યદ્વારાજ ઉદ્દભવી છે, અને તે વિદ્યાઓ ચિત્તરંજિનીવૃત્તિને કેળવવામાં અમૂલ્ય સહાય આપી શકે છે. ઉક્ત વિદ્યાઓના અભ્યાસથી બાહ્ય સૌંદર્યને અનુભવ કરવાની શક્તિ ખાસ કરીને સતેજ થયા વિના રહેતી નથી. વસ્તુતઃ કાવ્ય એ એક અતિઉપયોગી સાધન છે. કાવ્યથી ચિત્ત વિશુદ્ધ થાય છે, અને હૃદય આંતર પ્રકૃતિના સૌંદર્યમાં રસ લેતાં શીખે છે. કવિને ધર્મને પ્રધાન સહાયક લેખવામાં આવ્યો છે, તે પણ એટલાજ માટે. મનુખ્યત્વની ખીલવણી માટે વિજ્ઞાન અથવા ધર્મોપદેશ જેટલું જરૂર છે, તેટલું જ કાવ્ય પણ જરૂરનું છે. જેઓ ઉક્ત ત્રણ વસ્તુઓમાંની એક વસ્તુ ઉપર હદ કરતાં વધારે ભાર મૂકી દે છે તેઓ જ મનુષ્યત્વ અથવા ધર્મને યથાર્થ લહાવો લઈ શકતા નથી. શિષ્યઃ–પરંતુ કાવ્યમાં તો કેટલાંક કુવાક્યો પણ હોય છે.
ગુર–ખરી વાત, પણ એથી કરીને તેનો ત્યાગ કરે, તેના કરતાં વિશેષ સાવચેતીપૂર્વક કાવ્યોને અભ્યાસ કરવો એજ હિતકારક છે. જેઓ કુકાવ્યો રચી જનસમાજની વૃત્તિને કલુષિત કરવાનો પ્રયત્ન કરતા હોય તેઓ ચોર અને લુંટારાઓની પેઠે મનુષ્યજાતિના શત્રુઓ છે એમ ગણી એવા કુકવિઓને પણ શિક્ષા કરવી જોઈએ.
अध्याय २८ मो-उपसंहार
ગુસ-અનુશીલનસંબંધી મારું વક્તવ્ય હવે સમાપ્ત થાય છે. મારે જે કાંઇ કહેવા યોગ્ય હતું તે સર્વે કહી ચૂકયો છું. એમાં કેટલીક વાતો અપૂર્ણ તેમજ અસ્પષ્ટ રહી ગઈ હશે, તોપણ મેં મારી શક્તિ પ્રમાણે એ વિષય ચર્યો છે, એમ કહેવાની જરૂર નથી. જે પ્રત્યેક વાતને નિર્ણય કરવા બેસીએ તે મૂળ વાતને કઈ દિવસે ઉકેલ આવે નહિ. એટલા માટે ન છૂટકે કેટલીક વાતો અસ્પષ્ટ તથા અપૂર્ણ રાખીને આગળ ચાલવાની મને જરૂર પડી છે. હું આશા રાખું છું કે અત્યાર સુધીમાં મેં જે કાંઈ કહ્યું છે તે સર્વ તું યથાયોગ્ય રીતે સમજી શક્યો હોઈશ, અને જે વાત બરાબર સમજવામાં આવી ન હોય તે સમજવાનો પ્રયત્ન ભવિષ્યમાં ચાલુ રાખીશ. મને વિશ્વાસ છે કે એમ કરવાથી કાળક્રમે તે વાત તારા સમાજ‘વામાં આવ્યા વિના રહેશે નહિ. ઘણું કરીને પૂલ વાત તે તારા સમજવામાં બરાબર આવી ગઇજ હશે.
શિષ્યઃ—કેટલીક મર્મકથાઓ સંક્ષિપ્તમાં બે.. જઉં છું, તે કૃપા કરીને એકવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com