________________
અધ્યાય ૨૫ મો-પશુપ્રીતિ
૧૬૯
ગુરુ પિતાની માલ-મીલક્ત પુત્રને મળે એ એકજ પ્રમાણ મારે માટે બસ છે. તે સિવાય વાજસનેય ઉપનિષદની કૃતિ ઉદ્ધત કરી મેં તને બતાવી આપ્યું છે કે સર્વ ભૂતપ્રત્યે સમાનભાવ રાખે એજ પ્રાચીન વેદકત ધર્મ છે. શિષ્ય --પરંતુ વેદમાં તે અશ્વમેધાદિની પણ વિધિ મળી આવે છે તેનું કેમ?
ગુરુ:–વેદ જો કોઈ એક જ વ્યકિતવિશેષનો રચેલે ગ્રંથ હોત તે અસંગતિ દોષનો આપ તેના ઉપર મૂકી શકાત. ટોસ એકવીન્સના કથનની સાથે હર્બર્ટ સ્પેન્સરના સિદ્ધાંતનું મળતાપણું તપાસવું એ જેમ વિચિત્ર છે, તે જ પ્રકારે વેદના ભિન્ન ભિન્ન અંશોનું પરસ્પર મળતાપણું શોધવું એ વિચિત્ર છે. એટલું જ નહિ પણ અસંભવિત છે. હિંસામાંથીજ અહિંસાની ઉત્પત્તિ છે; પરંતુ તે વાતને હમણ રહેવા દઇશું. “ પક્ષુઓ પ્રત્યે દયા કરવી” એ હિંદુધર્મને ઉપદેશ પરમ રમણીય છે, એમાં તે કાંઈજ શક નથી. હિંદુઓ આ ઉપદેશનું લાંબા કાળથી પાલન કરતા આવ્યા છે. જેમાં હિંદુઓ નથી તેઓ પણ અહિંસાધર્મનું અનુસરણ થાશક્તિ કરે છે. કેવળ ખેતી અર્થે અથવા સ્વારી કરવા માટે પશુઓનું પાલન કરે છે, તેમનેજ ઉદ્દેશીને હું આ વાત કહેતા નથી. કૂતરાનું માંસ કઈ ઉપયોગમાં આવતું નથી, છતાં કેટલાકે કૂતરને બહુ પ્રેમથી ઉછેરે છે; કારણ કે તેમાંથી જે આનંદસુખ તથા પ્રેમને બદલે મળે છે, તે તેઓ બહુ સારી રીતે જાણતા હોય છે. આપણું દેશમાં કેટલીએક બાઈઓ બિલાડી પાળી સંતાનહીનતાના દુઃખને ભૂલી જવાનો પ્રયત્ન કરે છે. મેં એક અંગ્રેજી પુસ્તકમાં વાંચ્યું છે કે “જે ઘરમાં પાંજરામાં પક્ષી આનંદથી નાચતું હોય તે ગૃહમાં કોઈ પ્રેમી અથવા સુજ્ઞ મનુષ્ય રહે છે, એમ સમજવું.” આ પુસ્તકનું નામ મને અત્યારે સ્મરણમાં નથી, પણ વાત ઘણી જ મહત્ત્વની છે.
હિંદુઓમાં ખાસ કરીને ગાયને સર્વથી વિશેષ પ્રીતિપાત્ર માનવામાં આવે છે. હિંદુઓને માટે ગાયના જેવી અન્ય એકે પરેપકારી વસ્તુ નથી. ગાયનું દૂધ હિંદુએના જીવનસ્વરૂપ છે. આપણે હિંદુઓ માંસભોજન કરતા નથી. જે અન્નભોજન આપણે આહારમાં લઈએ છીએ તેમાં પુષ્ટિકર દ્રવ્ય બહુ અપ પ્રમાણમાં હોય છે, તેથી જે ગાયનું દૂધ ન વાપરીએ તો એ દ્રવ્યની બેટ કોઈ રીતે પૂરી થાય નહિ. ગાય કેવળ દૂધ આપીને આપણને ઉછેરે છે, એટલું જ નથી, પણ જે ધાન્ય ઉપર આપણો સંપૂર્ણ આધાર છે તે ધાન્ય પણ એક રીતે ગાય-માતાને જ આભારી છે, અને એટલા માટે ગાયને અન્નદાતા કહેવામાં અતિશયોક્તિ નથી. બળદ્વારા ખેતરે ખેડાય છે, અને ભારે બેજાએ એક ગામથી બીજે ગામ લઈ જવામાં આવે છે. જે ગાયોનું રક્ષણ ન થાય તે કેટલાં બધાં ખેતર ખેડાયા વિના પડયાં રહે ગાડાં ભરી ભરીને જે માલ પરગામ મોકલવામાં આવે છે, તે કોણ વહન કરી શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com