________________
પ્રકરણ ૩ જી ] છે. શિવાજી ચરિત્ર
૫૧ વાળા અને એવા બીજા કેટલાક કિલ્લેદાર અને જમીનદારોને પાંસરા કરવાનું અથવા ન માને તે તેમને મુલક ખાલસા કરી લેવાનું સિંહાજીએ નક્કી કર્યું. સીદરેહાન બિજાપુરની બાદશાહતમાં જોડાઈ ગયા એટલે એને સવાલ પતી ગયો. એવી રીતે એક પછી એક સરદારોની બાબતમાં સિંહાજી ફડચા પાડતો ગયો. અને જે તાબે ન થયા તેમને મુલક ખાલસા કર ગયો. ઈ. સ. ૧૬૩૩માં સિંહાએ મુરારજગદેવના લશ્કર સાથે મળીને મહેબતખાનના લશ્કરને પરીંડા મુકામે હરાવ્યું.
ભીંવડીના સૈફખાનને રૂબરૂમાં રજ થવાને હુકમ આપ તેનો અનાદર કરી સફખાન આદિલશાહીમાં જવા માટે નીકળ્યો. સિંહાને એની ખબર મળતાની સાથે જ એ એની પૂઠે પડ્યો અને બાળ ગામ નજીક એને પકડી પાડ્યો. ઝપાઝપી થઈ તેમાં સિફખાન કેદ પકડાયો. | મુરારજગદેવની માગણીથી આખરે સિંહાએ સિફખાનને બંધન મુક્ત કર્યો. બાગેલાણનો રાજા નિઝામશાહીના નાસીક ચાદવડ તરફના કિલાએ બચાવી પડ્યો હતો તે પાછી લીધા. જુન્નર પણ ખાલસા કરીને સિંહાએ નિઝામશાહીમાં જોડી દીધું. જન્નર એ એક વખતે નિઝામશાહીનું રાજધાનીનું શહેર હતું. સિંહજીને લાગ્યું કે આ જૂના રાજધાનીના શહેરમાં જ નિઝામશાહીની ગાદી રાખવી એ ઠીક છે. તેથી એણે ભીમગઢમાંથી નિઝામશાહીના બાળ બાદશાહ મુર્તિજાની રાજધાની બદલીને જુન્નર લઈ ગયો. આવી રીતે સિંહજી દિગ્વિજય મેળવતે ગયો. જેમ જેમ સિંહાજી વિજય મેળવતો ગયો તેમ તેમ લેકેને નવી નિઝામશાહી નભશે એવું લાગ્યું અને તેથી ઘણાઓ સિંહાજીને આવી મળ્યા. જાની નિઝામશાહી વખતના જાગીરદાર અને દેશમુખો વગેરેને લાગ્યું કે સિંહાજીએ હાથ ધરેલા કામને યશ આવ્યા સિવાય રહેશે નહિ તેથી સર્વેએ સિંહાજીને મદદ કરવા માંડી.
સિંહાએ રાજકારભાર વ્યવસ્થિત કરી પ્રજાની પ્રીતિ અને વિશ્વાસ મેળવ્યાં. જૂના મુત્સદ્દીઓ, સરદારે, અધિકારીઓ અને અમલદારને બેલાવી તેમને તેમનું કામ, દરજજે, અધિકાર-અમલ અને જવાબદારી વગેરે સંપી દીધાં. એ બધા બહુજ કાળજીપૂર્વક અને ખંતથી સેવા કરવા લાગ્યા.
એક પછી એક છત મેળવીને નિઝામશાહીએ ખેચેલે મુલક સિંહાજી પાછો મેળવવા લાગે. આવી રીતે ચારે તરફથી સિંહાજી નિઝામશાહીને બહુ મજબૂત કરી રહ્યો હતો. સિંહાનો વિજયનાદ શાહજહાનના કાન ઉપર અથડાયો. મહારાષ્ટ્રમાં સિંહજી પિતાનું બળ વધારી રહ્યો છે એ વાત એના કાન ઉપર રોજ ને રોજ આવ્યા જ કરતી. સિંહાજી એ એક અજબ પ્રભાવશાળી બળવાન શક્તિ છે. એની શાહજહાનને ખાત્રી થઈ ગઈ હતી. રાજકારણમાં, મુત્સદ્દીપણામાં, વ્યુહરચનામાં સિંહાજી એક્કો છે એને અનુભવ શાહજહાનને થયા હતા. સિંહાનું બળ વધતું જતું જોઈ શાહજહાનના દિલમાં એક ભીતિ જન્મ પામી. એ ભીતિનો જંતુ શાહજહાનના હૃદયમાં જન્મ્યા અને એણે બાદશાહને બહુ બેચેન બનાવ્યો. શાહજહાનને હવે લાગ્યું કે નિઝામશાહીને નામે સિંહાજી બહુ બળવાન બનીને વખતે એક જબરું હિંદુ રાજ્ય દક્ષિણમાં સ્થાપી દેશે. શાહજહાને જોયું કે દક્ષિણમાં મુગલેએ કબજે કરેલા મુલકે સિંહાજીએ પાછા લઈ લીધા અને મુગલે તે પાછા હતા ત્યાંને ત્યાંજ છે. દક્ષિણને એક સરદાર દિલ્હીના બાદશાહને આવી રીતે હંફાવે એ શાહજહાનને બહુ શરમાવનાર લાગ્યું. સિંહાજીનું બળ વધતું જ ગયું. શાહજહાન સિંહાજીના પરાક્રમોથી દિડમૂઢ બની ગયો અને ફરી ફરીથી ઝીણવટથી જોતાં અને ઊડે વિચાર કરતાં એને લાગવા માંડયું કે સિંહાને દાખ્યા સિવાય હવે કેજ નથી. એનું બળ વધવા દેવામાં આવે એ દક્ષિણમાં એક હિંદુ રાજ્ય જરૂર સ્થાપી દેશે. દક્ષિણમાં હિંદુ રાજ્ય સ્થપાય એ કલ્પનાથી શાહજહાન કંપી ઊડ્યો હતો. તે વખતે એને સ્વપ્ન પણ ખ્યાન, હતે કે એની મુગલાઈને ચણું ચવડાવનાર અને જુલ્મી મુસલમાનોના જુલ્મમાંથી હિંદુ ધર્મને તારા હિંદુઓને બચાવનાર અને હિંદુત્વની ખાતર હિંદુરાજ્ય સ્થાપનાર સિંહાજી ન હતા પણ એને પુત્ર 1 અને તે આ સમયે કંડાણાના કિલ્લામાં માટે થતું હતું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com