________________
છે. શિવાજી ચરિત્ર
[પ્રકરણ 8 નું હતું અને આ કામ હાથ ધરવામાં તે સિંહાએ એક બળતી સગડી માથે લીધી હતી. સિંહાજીની સાચી કસોટીને આ સમય હતે.
બાળકને ગાદી ઉપર બેસાડ્યા પછી સિંહાએ નિઝામશાહીને મક્કમ અને મજબૂત બનાવવા માટે અને મુગલેની સત્તા તોડવા માટે નીચેનાં કામો તદ્દન તાકીદનાં સમજી હાથ ધર્યો - ૧. મુગલેએ કબજે કરેલા નિઝામશાહી કિલ્લાઓ અને મુલકે પાછા જીતી લઈ નવી
નિઝામશાહીમાં ઉમેરવા. ૨. કબજામાં આવેલા કિલ્લાઓને સમરાવી મજબૂત કરી તૈયાર રાખવા. ૩. જે મુલક તાબામાં આવે તેને આબાદ કરવા પુરતા પ્રયત્નો કરવા. ૪. નિઝામશાહીના નાશથી અસ્તવ્યસ્ત બનેલા અને છૂટા છવાયા પડી ગયેલા સરદારને પાછા ભેગા કરવા, ૫. નવી નિઝામશાહીના રાજ્યકારભાર માટે લેકમાં વિશ્વાસ પેદા કરે. ૬. નિઝામશાહીને સંખ્યાબંધ વિશ્વાસુ સરદારે, મુત્સદ્દીઓ અને સેવકને ફખાને કાઢી મૂક્યા હતા
તે અને તેના ત્રાસથી અને બીકથી નાસી ગયેલાઓને પાછી બોલાવી તેમના દિલનું સમાધાન
કરી તેમની સેવાઓ નિઝામશાહીને આપવા એમને સમજાવવા. છે. નિઝામશાહીને મક્કમ કરવા માટે આદિલશાહીની સાથે સલાહ કરી તેમને સમજાવી તેમની
કુમક મેળવવી. ૮. વખત પડે શાહજહાન તથા તેના સરદારની સાથે વખત જોઈ વર્તન કરવાની તૈયારી રાખવી. ૯. જેમ બને તેમ તાકીદે જ્યાંથી બને ત્યાંથી લશ્કરમાં સારા માણસની નવી ભરતી કરવી.. ૧૦. કેટલાક સરદારે તદ્દન સ્વતંત્ર બની ગયા હતા તેમને અંકુશ નીચે આણવા અને ન માને તે
તેમનો મુલક ખાલસા કરી દે.
નાશ પામેલી નિઝામશાહીને સજીવન કર્યા પછી નિભાવવા માટે ઉપર જણાવેલાં દસ કામો તરત જ હાથમાં લેવાની સિંહાજીને જરૂર જણાઈ અને એણે એ કામ હાથમાં લીધાં. બાળ બાદશાહ મુર્તિજા બહુ નાનો હતો. એણે કોઈ દિવસ દરબાર કે સભા જોયેલી નહિ તેથી દરબારમાં આવતાં ડરતા અને તખ્ત ઉપર એકલાને બેસવું પડે માટે દરબારમાં હાજરી આપતાં બહુ કચવાતા. બેગમ સાહેબાની સલાહથી સિંહજી પતે આ છોકરાને લઈને તખ્ત ઉપર બેસતેઈ. સ. ૧૬૭૩-૭૪ માં મુલકે પાછી જીતી લેવાને સપાટ સિંહાએ ચલાવ્યું. એ સાલમાં સિંહાજીએ તળકાંકણ, જુન્નર, અહમદનગર, નાસીક, ત્રંબક, પૂના, નિરથડી વગેરે પ્રાંતે એટલે દક્ષિણ દિશાએ ની નદીથી ઉત્તરમાં ચાંદવડના ડુંગર સુધીને મુલક કબજે કર્યો (રા. મા. વિ. ૬૬-૬૭).
કરખાનના જાલમથી ત્રાસીને નાસી ગયેલા સરદારોને સિંહાજીએ પોતાના દરબારમાં પાછી બોલાવ્યા. નિઝામશાહી માટે અભિમાન અને લાગણી હોવા છતાં અંધેર અને ગેરવ્યવસ્થાને લીધે એમને થએલા અન્યાયથી રાજ્ય છેડી ગયેલા, આત્મમાનની લાગણીવાળા મુત્સદ્દીઓ પાછા આવવા લાગ્યા. શિવાજીપંત, સખારામ મકાશી, ચતુર સાબાજીનો છોકરો ચતુર, અત્રે હણુમંતે, ઉપાધ્યાય વગેરે બાહોશ અને કલમ બહાદુરોના હાથમાં રાજસૂત્રે મૂકી પ્રજાને સુખકર નીવડે એવું રાજતંત્ર બનાવવા, સિહાજીએ નિયમે નક્કી કરી તે પ્રમાણે આ મુસદ્દીઓને વર્તવાની સૂચના અને તાકીદ આપી. આ કામની વ્યવસ્થા કરી લીધા પછી જે જે સરદારે સ્વછંદી બનીને નિઝામશાહીની મૂંસરી ફેંકી દઈને મનમાં આવે એવી રીતે વર્તતા હતા એવા સરદારો સામે સિંહાએ મોરચા માંડ્યા. રસીદી સૈહાન સેલાપુરી, શ્રી નિવાસરાવ જુન્નરવાળા, સીદી સાચા સિફખાન ભવડીવાળા, સીદી અંબરદંડા રાજપુરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com