________________
પ્રકરણ ૧૨ મું ]
છે. શિવાજી ચરિત્ર સ્નાન કર્યું. જોયેલાં શુદ્ધ વસ્ત્રો ધારણ કર્યા. ભસ્મલેપન કર્યું અને રામનામ બેલવાનું શરૂ કર્યું. બ્રાહ્મણોએ મચારથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બનાવી મૂકયું હતું. મહારાજની મુદ્રા બહુ ગંભીર દેખાતી હતી. મહારાજ મરણને ભેટવા તૈયાર થયેલા દેખાયા. રાજમહેલના સર્વે માણસે ગમગીન હતાં, કાળ દિવસની કાળ ઘડી આવી પહોંચી. શક ૧૬૦૨ રૌદ્રનામ સંવત્સરે ચિત્ર સુદ ૧૫ ને રાજ ઈ સ. ૧૬૮૦ ના એપ્રીલની ૩ જી તારીખે શનિવારે મધ્યાહ્નકાળે મહારાષ્ટ્રના માનીતા, પ્રજાના પ્રાણુ, હિંદુત્વના રક્ષણ માટે જુલમી સત્તા ઉખેડી નાંખવા ૩૫ વરસ સુધી સતત મહેનત કરનાર, જેણે પિતાના બળથી સજજડ જામેલી મુગલ સત્તાનાં મૂળ ઢીલા કર્યા, જેણે મુગલના વધતા જુલમને
અટકાવ્યું, જેણે આદિલશાહી અને કુતુબશાહીને નમાવી, જેણે તદન બાળ વયમાં મુસલમાન બાદશાહને દરબારમાં કુરનીસ કરવાની ચોખ્ખી ના પાડી, જેણે હિંદુત્વની રક્ષા માટે પિતાની પણ પરવા ન કરી, જેણે હિંદુત્વ રક્ષણ માટે વૈભવ વિલાસ ઉપર જળ મૂક્યું, જેણે પિતાના વર્તનથી દુનિયાના બાદશાહને ચારિત્રના પાઠ શીખવ્યા, જેણે હિંદુઓનું સંગઠન કરવાના પ્રયાસો હિંદમાં શરૂ કર્યો, જેણે જોર જુલમથી મુસલમાન બનાવવાની-વટલાવવાની જુલમી પદ્ધતિને પહોંચી વળવા માટે અથવા એ જુલમને મેળે પાડવા માટે શુદ્ધિસત્રનું મંડાણ કર્યું, જેણે ગરીબોનાં દુખે દૂર કરવા માટે અને હિંદુઓ ઉપરના અપાર અત્યાચાર અટકાવવા માટે હિંદુ સત્તા સ્થાપી, તે સિંહાજી રાજા ભોંસલે સુપુત્ર, માતા જીજાબાઈનો લાડકવાયો દિકરે. તાનાજી માસરે, બાઇ પાસલકર અને ચેસાઇ કનો દિલોજાન દોસ્ત, હિંદુત્વને તારણહાર, હિંદવી સ્વરાજ્યને સ્થાપનાર, પ્રજાને પ્રાણ છત્રપતિ શ્રી શિવાજી મહારાજ આ લેકની યાત્રા પૂરી કરી સ્વર્ગે સીધાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com