________________
છે. શિવાજી ચરિત્ર
1 પ્રકરણ ૧ર છે ચૂસી ન ખાય એની તમે ખાસ ખબરદારી રાખજે. મહામહેની મોટામેટાની લડાઈઓમાં બિચારા ખેડૂતને ખડો ન નીકળી જાય એની ખાસ ખબરદારી રાખજો. તમે મારા ઉપર અત્યંત પ્રેમ દાખવ્યો છે. મારે પડતે બોલ ઝીલ્યો છેમારી સેવા તમે ઉઠાવી છે. મારી ઈચ્છાઓ પાર પાડવા તમે તમારું સર્વસ્વ ખાવા અનેક વખતે તૈયાર થયા છે. આ બધાનો વિચાર હું કરું છું ત્યારે મને લાગે છે કે હું જબરો ભાગ્યશાળી છું. મારા તરફને તમારો ભાવ, ભક્તિ ને પ્રેમને બદલે એ જગદીશ્વર તમને આપશે. ગમે તેના ગમે તેવા અપમાન થાય, ગમે તેને ગમે તેવી સ્થિતિ ભોગવવી પડે તેપણું આ રાજ્ય હિંદુત્વનું રક્ષણ કરવા માટે છે, આ સત્તા હિંદુઓના દુખો હરવા માટે સ્થપાઈ છે એ વાત હંમેશા યાદ રાખજે. આ રાજ્ય હિંદુઓ ઉપરના અત્યાચારો ટાળવા માટે સ્થપાયું છે એ નજર સામે રાખીને આ રાજ્યની મજબૂતી તમેજ સચિવજે, આખા ભરતખંડમાં હિંદુ સત્તા સ્થાપવાને મારો વિચાર હતો, આખા આર્યાવર્તની આર્થીઓને જુલમીઓના પંજામાંથી છોડાવવા માટે વિચાર હતો પણ મારે હાથે આ કામ પૂર્ણ ન થયું. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થયા કરશે. તમે મહારાષ્ટ્રની ઈજ્જત રાખજો. તમારામાં હિંદુત્વનું અભિમાન છે તે હંમેશા સતેજ રાખજે. પ્રભુ તમારું બધાનું કલ્યાણ કરશે. આ રાજ્યની સેવામાં અનેક અડચણો, આફત અને દુખ સહન કરવા માટે, હિંદના હિંદુઓના દુખ દૂર કરવાના કામમાં ઝુકાવવા માટે, હિંદુત્વનો નાશ કરનારી સત્તાને ઉખેડી નાંખવા માટે પ્રભુ તમને બધાને સન્મતિ અને શક્તિ આપે. (ગળગળે અવાજે) હું આ રાજ્યન-મહારાષ્ટ્રને, મૌરી વહાલી પ્રજાને આજે તમારે ખળે મૂકીને જાઉં છું. મારી યાદ કરીને દુખી થશે નહિ. કઈ અમર રહ્યું નથી અને રહેવાનું પણ નથી. જમ્મુ તે મરવાનું છે જ. જીર્ણ થયેલા કપડાં કાઢયા વગર છૂટકે નથી. તમારી બધાની પાસે અને સઘળા હિંદુઓ પાસે મારી આખરની એટલીજ માગણી છે કે મારી ઈચ્છા મુજબનું કામ હું પૂરું નથી કરી શક્યો, મારું કામ અધુરું રહ્યું છે તે ધ્યાનમાં રાખજે અને આજે નહિ તે આવતી પેઢી પણું મારી ઇચ્છા પૂરી કરે એવી ગોઠવણ તમે કરજે, એવું વાતાવરણ તમે તૈયાર કરજે. હિંદુત્વને વિજયડંકે દશે દિશામાં વાગે એવો દિગ્વિજય પ્રભુ તમારે હાથે કરાવે, તમારા વશ જે હિંદુત્વના અભિમાની નીવડે અને મારું અધુરું કામ તમે ન કરી શકો તે એ પૂરું કરે અને એમનામાં તે પૂરું કરવાની શક્તિ આવે એજ મારા અંતરના આશીર્વાદ છે. તમે આંખ ભીની ન કરે. તમે મારી સેવા અને સુશ્રુષા કરવામાં કચાશ નથી રાખી. મારે ગરમ મિજાજ તમે સાંખ્યો છે અને સખ્ત શિસ્ત પણે તમે પાળી છે. તમારા સહકાર, પ્રેમ અને વફાદારી વડે જ હું કંઈ કરી શક્યો છું. આજે હું જાઊં છું. કાલે તમારું કામ પૂરું થયે તમારે ત્યાં જ આવવાનું છે. સર્વેને રસ્તો એકજ છે. અહીં રહેવાને મેહ મિથ્યા છે. મારા મરણ પછીજ હિંદુત્વ અને દેશ પ્રત્યેની તમારી વફાદારીની ખરી કોટી થવાની છે. કઠણ પ્રસંગે હિંમત હારતા નહિ. આ જગતમાં કોઈ નિરોધાર નથી. સના આધાર હજાર હાથનો ધણી માથે બેઠો છે. ધર્મ અને દેશની સેવામાં જે સાચા હૃદયથી અને સર્વસ્વ ત્યાગની સાચી ભાવનાથી મંડી પડે છે તેને પ્રભુ યારી આપ્યા વગર નથી રહેતું. હિંદુત્વને છલે જ્યારે ચે પહોંચે છે ત્યારે પ્રભુ પિતાનું બળ સાચા સેવકમાં મૂકી એને હાથે ધર્મને ઉદ્ધાર કરાવે છે. એ પ્રભુમાં વિશ્વાસ રાખો. ભરતખંડને વિજય છે. પ્રભુ હિંદુત્વની સેવા કરવા મને વારંવાર ભારતવર્ષમાં જન્મ આપે, એજ મારી એ સર્વવ્યાપી વિભુને ચરણે પ્રાર્થના છે. ”
મહારાજને આખરને સંદેશ સાંભળી સર્વેની આંખો અશ્રુથી ભરાઈ કંઠ રુંધાય. દરેકને પોતાના માલીકને પિતાના ઉપરને પ્રેમ યાદ આવ્યો. બધાએ મહારાજની શિખામણ શિસઢે પાળવાના ગદગદ કંઠે વચન આપ્યાં,
હકીમે-હર્તા, વૈદો થાક્યા, ધન્વન્તરીઓનું ન ચાલ્યું. રોગ અસાધ્ય થઈ પડ્યો. મહારાજે ગંગદથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com