________________
છે. શિવાજી ચરિત્ર
( પ્રકરણ ૧૩ મું મસીદ બાંધવી એને મસલમાન પોતાના વિજયની અપરિહાર્ય નિશાની માનતા. શરૂઆતમાં તેઓ પદ્ધતિસર અથવા ઝનૂની રીતે મૂર્તિ તોડતા નહિ. મુસલમાનોની વસ્તી જેમજેમ વધતી ગઈ તેમ તેમ તેઓની સામે થનાર બીજી કોઈ પણ સત્તા ન હોવાથી તેમના હૃદયમાં અસહિષ્ણુતા અને બીનમુસ્લીમોને કતલ કરવાની ઈચ્છા ઉત્પન થવા લાગી. કાફરોને મુસલમાન બનાવવા માટે ગમે તે ઉપાય લેવામાં આવતા. જઝિયારે અને પોશાક તથા હરવાફરવામાં હીનતા ઉપરાંત બીનમુસ્લીમેને કેટલીક લાલચ તથા ભય બતાવવામાં આવતા.
હિંદુધર્મમાંથી વટલાનારને નોકરી આપવામાં આવતી. હિંદુધર્મ તથા સમાજના નેતાઓ ઉપર પદ્ધતિસર દમન કરવામાં આવતું અને તેઓ ધાર્મિક પ્રચાર ન કરે તે માટે બનતા પ્રયત્ન થતો. હિંદુસમાજનું સંગઠન સધાય અને બળ વધે તે રોકવા માટે ધાર્મિક સભાઓ અને સરઘસની બંધી કરવામાં આવતી. કેઈ નવું મંદિર બાંધવા દેવામાં આવતું નહિ, અને જૂનાં મંદિરનું સમારકામ કરવા દેવામાં આવતું નહિ એટલે અમુક સમયમાં હિંદુધર્મનાં તમામ સ્થાનનો સંપૂર્ણ વિનાશ થઈ જાય.
એટલી વાર ૫ણું લાગે અને સમય પોતે ધીમે ધીમે પોતાનું કાર્ય કરે તે પણું ઈસ્લામના કેટલાક ચૂસ્ત અનુયાયીઓથી સહન ન થયું અને નાસ્તિકતાને નાશ જલદી થાય તે માટે ધીરે ધીરે કાર્ય કરતા કાળના હસ્તને દૂર ખસેડી બળાત્કારે દેવળોનું ખંડન કર્યું. પાછળના સમયમાં ખાસ કરીને તુર્ક લેકે કે જેઓ તાજે તાજા મુસલમાન થયા હતા અને ધર્મપ્રચારનું ઝનૂન જેમનામાં હતું તેમને અન્ય ધર્મ પ્રત્યે આરએએ પહેલાં બતાવેલી સહિષ્ણુતા પાપરૂપ લાગી અને નાસ્તિકને કેઈપણ રીતે દબાવવા એ ઈશ્વરની દષ્ટિમાં સર્વશ્રેષ્ઠ ધર્મકાર્ય છે એમ તેઓની માન્યતા બંધાઈ. પિતાના પ્રદેશની બહારના કોઈ પણ પ્રદેશ ઉપર વિજય મળતાં ત્યાંની હિંદુ પ્રજાની કતલ કરવી અને તેમનાં મંદિરે જમીનદોસ્ત કરવાં એ ધર્મકાર્ય ગણાતું. આવી રીતે મુસલમાન પ્રજાના મનમાં એક જાતની એવી માન્યતા પેસી ગઈ કે લૂંટ કરવી અને કતલ ચલાવવી એ ઈશ્વરને મેળવવાના કાર્યો છે અને એમાં અમાનુષતા જેવું કંઈ છે જ નહિ. ભારતવર્ષની અઢળક દોલતના વખાણ સાંભળી તૈમુરને હિંદ આવવાની અને તેને લુંટવાની ઈચ્છા થઈ આવી ત્યારે તેણે હિંદુઓનાં દેવળો તોડી મૂર્તિઓનું ખંડન કરી ગાઝી અને મુનીહીદ થવાને પિતાને ઉદ્દેશ જાહેર કર્યો; હિંદના લેકે મેટે ભાગે અનેકેશ્વરવાદી અને કાફરે છે, મૂર્તિઓ અને સૂર્યની પૂજા કરે છે તથા તેમને જીતવાને ઈશ્વર અને પેગંબર તરફથી આપણને હક મળેલ છે. ( ઈલિયર, ૩. ૩૯૬) એના ધર્મભાઈઓની દૃષ્ટિમાં આ ઉદ્દેશ એટલે વસી ગયે કે એણે કરેલી કતલે અને જુલમોને તેઓ ધર્મકાર્ય માનવા લાગ્યા. “દેવળોની સેનાચાંદીની છે” એમ સાંભળી એ અરક્ષિત દેલતને તથા બીજી વસ્તુઓ કે જેને વિષે ખાટી બાતમી મળવાથી એને લંટવાની ઈચ્છાથી હુસેનખાન નામના સરદારે ઈ. સ. ૧૫૬૯માં સેવાલિન પર્વતમાં દોડધામ કરી હતી; એને પવિત્ર ઈતિહાસકાર અલ બદાઉની (૨. ૧૨૫.) ધાર્મિક વિગ્રહના નામથી ઓળખાવે છે. દોલત હેવી એજ જેમને ગુને છે એવા કર્ણાટકનાં હિંદુઓની સામે મહમદ આદીલશાહે લશ્કર મોકલ્યું. અનામરકી, બળાત્કાર અને જુલમના કાર્યને એના દરબારને ઈતિહાસકાર ઘણું દીર્ઘકાળથી સેવવામાં આવેલી ધાર્મિક આકાંક્ષા તરીકે ઓળખાવે છે. (બસ. સાલ. ૩૦૪) કાફરાને ખતમ કરવા ( કાફીરકુશી) એ મુસ્લીમને ગુણ લેખાય છે.
મુસ્લીમ માટે પોતાની વાસના અથવા ઐહિક સુખની ભાવના કચડવાની આવશ્યક્તા નથી. ભારે ધાર્મિકતા કેળવવાની પણ જરૂર નથી. તેણે તે ફક્ત પોતાનામાંના થોડા માણસને મારી નાંખી તેમની જમીનજાગીર લૂંટવાની હોય છે અને તેનું આ કૃત્ય આત્માને સ્વર્ગમાં પહોંચાડવા પુરતું હોય છે. જે ધર્મ પિતાના અનુયાયીઓમાં લૂંટફાટ અને ખુનામરકીને ધાર્મિક ફરજ તરીકે ગણવે તે ધર્મ માનવજાતની પ્રગતિ અને વિશ્વશાંતિને અનુરૂપ (compatible) નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com