________________
છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૧૨ મું] પ્રકરણ ૧૨ મું
૧. સીડી મસાઉદની મહારાજ પાસે મદદ ૫. ઈસ્લિામી સત્તાની ઝાંખી અને જજિયા વેરો
માટે માગણી. | ૧. બાદશાહ ઔરંગઝેબને શિવાજી મહા૨. સંગમનેરને સંચામ.
રાજને પત્ર૩. યુવરાજ સંભાજી દુશમના દોસ્ત થયે. ૭. ફરી પાછા બિજાપુર તરફ. ૪. ભૂપાળગઢને ઘેરે, પુત્રની છત અને ૮. મહારાજે બિજાપુરની બગડી સુધારી.
પિતાની હાર. | ૨. શિવાજી મહારાજની માંદગી અને મરણ,
૧. મસાઉદની મહારાજ પાસે મદદ માટે માગણી.
Dી દશાહ બેગમને દિલ્હી લઈ જવાની માગણી મુગલ અમલદાર દિલેરખાને કરી અને એ
માગણીને પૂરી પાડવામાં ન આવે તે બિજાપુર ઉપર ચડાઈ કરવાની ધમકી આપી હતી, બિજાપુર ઉપર ચડાઈ કરવાનું દિલેરખાને નક્કી કર્યું હતું પણ તે કરવા માટે કંઈક બહાનું જોઈએ એ એણે શોધી કાઢયું અને સુલતાનને ધમકીને સંદેશે કહેવડાવ્યું. બિજાપુર ઉપર એ ચડાઈ કરવાને માટે છીંડા ખાળી રહ્યો હતો. દિલેરખાનને ખાતરી હતી કે બાદશાહ બેગમની માગણીને લીધે બહુ મોટે ઝગડે ઉભે થશે. આદિલશાહી સરદારે માંહોમાંહે લડી મરશે અને એની અવ્યવસ્થા થશે એટલે બિજાપુર ઉપર ચડાઈ કરી તેને જીતી લેવાનું બહુ સહેલું થઈ પડશે. બાદશાહ બેગમ ડહાપણુ વાપરીને જવા તૈયાર થઈ એટલે ઝગડે પતી ગયા. દિલેરની ગોઠવેલી બાજી પેશ ન ગઈ અને એ ઝંખવાણો પડી ગયો. પિતાની ગોઠવેલી બાજી સખળડખળ થઈ ગઈ છતાં દિલેર થે નહિ. મુગલ લશ્કર બિજાપુર તરફ આગળ વધતું જ હતું. મસાઉદખાન મુગલેને પ્રપંચ સમજી ગયો હતો. એણે છે આવે વખતે મુગલ સત્તાની સામે એને મદદ કરે એ શિવાજી મહારાજ સિવાય બીજો કાઈ જ નથી એટલે એમની મદદ માગવાનો એણે વિચાર કર્યો. દિલેરખાનને મસાઉદખાનના મનસૂબાની ખબર પડી એટલે એણે એને સમજાવ્યો અને જણાવ્યું કે જો મસાઉદ મરાઠાઓની સામે જંગ શરૂ કરે તે તેની મદદે મુગલ લશ્કર આપવાનું એણે વચન આપ્યું. મસાઉદ કંઈ સુંવાળી સુંઠને ન હતો. એણે દિલેરખાનના વચન ઉપર જરાએ વિશ્વાસ ન મૂકો અને એણે શિવાજી મહારાજને નીચેની મતલબનું લખી મે કહ્યું કે “આપ અને અમે બને પાડોશી છીએ. આપણે બન્ને દક્ષિણના છીએ. અને મહારાષ્ટ્રના
અભિમાની છીએ. આપના પિતાએ આ સલ્તનતની ભારે સેવા ઉઠાવી છે પણ આપના જે પુરષ પિતાને ઉદયકાળ હોવા છતાં પણ એ સ્થિતિ લાવવામાં કારણુપ થયેલાઓને કદી પણ ભૂલે જ નહિ. આપણા બન્નેના સંબંધ આ રાજ્ય સાથે સરખા જ છે. આપને ઉદયકાળ છે. મુગલે આ રાજ્યને ગળી જવાના અનેક પ્રયત્નો કરી રહ્યા છે એ આપથી ક્યાં અજાણ્યું છે? મુગલે આપના અને અમારા સરખા દુશ્મન છે. બન્નેના દુશ્મનને દાબી દેવા માટે તે આપણો માંહમાંહે વિરોધ હોવા છતાં પણ એક બીજાની કમકે જવું જોઈએ અને તનતોડ મહેનત કરવી જોઈએ. મુગલેએ આદિલશાહીને ગળે ફાંસો નાખ્યો છે. એ ફસામાંથી આદિલશાહીને ઉગારવાર આપ એકલા જ છે. મુગલે આખા દક્ષિણને પિતાની મૂંસરી નીચે લાવવા માગે છે. દરવાજે દક્ષિણને દુશ્મન આવીને ખડે હોય ત્યારે આપણે એક થઈ દરવાજે ઉભેલા દુશ્મનને દૂર કાઢવો જોઈએ. દક્ષિણની બધી સત્તાઓની હયાતી હાલમાં તે ભારે જોખમમાં છે. આદિલશાહીની ઈજજત, આબરૂ આપને ખોળે છે. આપની કુમક વગર હવે બચી શકે એમ નથી. કપા કરી સહાય માટે ઘટતું કરો. દુશ્મન લશ્કર બિજાપુર નજીક આવી પહોંચ્યું છે. આલિશાહીને તારવી કે મારવી એ આપના હાથમાં છે. પરદેશી મહારાષ્ટ્રને પાદાક્રાંત કરવા માગે છે. આવે વખતે દક્ષિણ દેશના સર્વે સત્તાવાળાઓએ એક થઈ પરદેશીને હાંકી કાઢવે જોઈએ. ચાતક પક્ષીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com