________________
૧૦ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૧ મું કેઈપણ સંજોગોમાં આશ્રય મળવો જોઈએ નહિ. એમના ઉપર સખત દેખરેખ સિવાય અને જરૂર પડે તો એમના જામીન લીધા સિવાય એમને રાજ્યમાં રહેવા પણ દેવા નહિ. એવા માણસે પ્રજાને કઈ રીતે નડતર કરતા ન નીવડે તે માટે રાજ્ય પૂરેપુરી ખબરદારી રાખવી. આવા માણસેથી રાજ્યને ભારે નુકસાન થાય છે. આવા માણસનાં કૃત્યથી પ્રજા પિડાય અને તેથી જે ધરી ઉપર રાજ્ય ચાલતું હોય તે ધરી એટલે પ્રજાને સંતોષ નબળે પડે છે અને
તેથી તેમના જોર ઉપર આધાર રાખનાર સત્તાને જોખમ વેઠવું પડે છે. (9) નાના મોટા માણસો સાથે તહનામાં, કેલકરાર, સરત વગેરે થયાં હોય તે તે બાબતમાં સંગે
બદલાયા પછી પણ એ સંબંધમાં તકરાર ઉપસ્થિત થવા દેવી નહિ. વગવસીલા વગરના, નિરાધાર, ગરીબ, અનાથ માણસના હિત અને હક તરફ ખાસ કાળજી રાખવી. એમને સવેળાએ યોગ્ય બંદોબસ્ત કરવો અને જ્યાં જરૂર પડે ત્યાં એમને મદદ કરવી. એવાઓને કેાઈ રંજાડે કે હેરાન
કરે તે તેની તરત તપાસ કરી છલ કરનારાઓને સજા કરી ગરીબોને નિર્ભય બનાવવા. (૮) ધર્માદા અને દેવસ્થાનખાતા ઉપર મીઠી અને પૂરેપુરી નજર રાખવી. જેમને જેમને ઇનામ
વગેરે આપવામાં આવ્યાં હોય તે ચાલુ રાખવાં. દેવસ્થાન ધર્માદાનાં ઇનામ વગેરે જે કંઇ નક્કી
થયું હોય અને આપવામાં આવતાં હોય તે બંધ કરવાં નહિ એ બધાં પૂર્વવત ચાલુ રાખવાં. (૯) પ્રજામાં મહેમાંહે લેણદેણ સંબંધી કે એવી બીજી કોઈ બાબતમાં કંઈ ઝગડો ઉભો થાય છે તેને
ન્યાય નિષ્પક્ષપાતી પંચ નીમીને કરાવવો. પ્રજાને ન્યાય મળે અને તે જરાએ મેં ન પડે એવી ગોઠવણ થવી જોઈએ. લાંચ રુશવત લઈ ન્યાયનું ખૂન કરનારને સખત નશિયત થવી જોઈએ. ‘રાજા એ પ્રજાનાં માબાપ છે અને એના છત્ર નીચે અમો સુખી છીએ અને અમારું પૂરેપૂરું રક્ષણ થાય છે, અમને યોગ્ય ન્યાય મળે છે” એવી પ્રજાની માન્યતા થાય, એ પ્રજાનો સાચો
અભિપ્રાય બધાય એવી જાતને રાજ્યવહીવટ થવો જોઈએ. (૧૦) વચનબદ્ધ થયા પછી, અભયવચન આપ્યા પછી, કેઈના રક્ષણની જવાબદારી માથે લીધા પછી
આપણી એથે આવેલા માણસને વિશ્રાસઘાત કરવાનું નીચ કૃત્ય આપણુ કૂળમાં કેઈએ કર્યું નથી અને એ કલંક આપણા મૂળને માથે ન આવે એવી જાતનું વર્તન આપણે રાખવાનું છે એ ભૂલવું નહિ.
ઉપરની ૧૦ કલમે તે લંકેજી રાજાએ રાજા તરીકે શી રીતનું વર્તન રાખવું તેના સંબંધમાં છે. આ કલમ તહનામાની કલમે કહેવા કરતાં કંઈપણ રાજાને ઉત્તમ, પ્રજાપ્રિય અને યશસ્વી નીવડવાને માટે ૧૦ કીમતી શિખામણ છે. નીચેની ૯ કલમે સ્વ. સિંહજી રાજાની સંપત્તિની ભાઈ ભાઈ વચ્ચેની વહેચણીના સંબંધમાં છે. (૧૧) અરણી પ્રાંત સ્વ. પિતાશ્રીએ એમને પૂર્ણ વિશ્વાસ મેળવેલા ભાસ્કરને તેની સેવાના બદલામાં
આપ્યો હતો. તે વેદભાસ્કરને ૮ દિકરા છે. એમના કબજામાં આ મહાલ રહેવા દે. એને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ કરે નહિ. સ્વ. પિતાશ્રીએ એને વફાદારી માટે અને અજબ સેવા માટે આ પ્રાન્ત આપે છે તો તે તેની પાસે રહે જોઈએ. (શિવાજી મહારાજ કર્ણાટક આવ્યા ચાર વેદાભાસ્કર તરતજ આવીને એમને મળ્યો હતો અને પિતાના માલીક તરીકે એમને માન આપ્યું હતું તેથી લંકેજી રાજા એના ઉપર વેર રાખીને એનું વતન ખાલસા ન કરે તે માટે
આ કલમ તહનામામાં દાખલ કરવામાં આવી છે. ). (૧૨) બિજાપુરની આદિલશાહી સાથે સ્વ. પિતાજીની મારફતે અમારે તહનામું થયું છે એમાં હું ( શિવાજી
રાજા) તથા તમે ( કેજી રાજ) આ બેમાંથી કોઈ બિજાપુરવાળાની નેકરી કરશે નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com