________________
“પ્રકરણ ‘૧૧ મું ]
કેટ
છે. શિવાજી ચરિત્ર ખાતમાં મેળવવી, દરેકની વાત સાંભળવી પણુ કાન કાચા ન રાખવા. કોઇની ભભેરણીથી રાજાએ ભોળવાઈ ન જવું. કાઇના કહેવાથી ખનને માટે અભિપ્રાય ન બાંધી દેવા. ક્રાઇને માટે સારાનરસા અભિપ્રાયે। જાત અનુભવથી “ધવાના પ્રયત્ન કરવા. રાજા કલાણા માણસના હાથમાં છે, ફલાણા માણસનું રાજા આગળ ખૂબ ચાલે છે, કલાણાની જ સત્તા છે, ફલાણા કહે તેજ પૂ દિશા એવી સ્થિતિ છે, કલાણા ` માણસ જ સૂત્રધાર છે, લાણાની મેરલી ઉપર રાજા નાચે છે એવી માન્યતા પ્રજામાં ફેલાય તા તે રાજ્યને ભારે નુકસાન કરનારૂં છે માટે એવી માન્યતા કાઇની ન બંધાયઃ એવું વર્તન રાજાએ રાખવું ઘટે. તાકરા, ચાકરી અને "સેવા ઉપર અંદરથી પૂગે પ્રેમ પણ બહારથી એમના ઉપર પૂર્ણ અંકુશ રાખવા જોઈએ. ગમે તેવા મોટા કે હાય તેટલા માનીતા અમલદાર હોય તે પણ તેના ઉપર રાજાએ પૂર્યું દાખ રાખવા જોઇએ. દાખ ટે અવ્યવસ્થા અને અંધેર - પ્રવર્તે. પ્રેમ, કૃપા અને દાબ જમાવાય તે નાજીકમાં નાજુક અને અધરામાં અધરું કામ પણ સેવક પાસેથી સહેલાઇથી સાધ્ય કરી શકાય.
(૪) પેાતાની આસપાસના, નજીકના અથવા પાડાશના મિત્ર અથવા શત્રુના રાજ્યમાં પોતાના વકીલા રાખવાની ગાઠવણ કરવી અને હેર-જાસૂસા અને છૂપા ખાતમીદારા ગોઠવવા. એવા દરેક રાજ્યમાંની નાનીમોટી મહત્ત્વની દરેક ખાતમી બને તેટલી ઝડપે મેળવવાની જોગવાઈ કરવી. આ ઉપરાંત કાઈ ને ખબર ન પડે એવી રીતે દરેક મહત્ત્વના સ્થાનની અને મુખ્ય સત્તા જે હોય તેની હિલચાલ અને ધલણાની ખરી ખારા મળે એવા બંદોબસ્ત અવશ્ય કરવું.
(૫) સમગા, શિભેદાર-અને ધોડેસવારા ઉપર તો સતત નજર રાખવી જ જોઈએ. જરૂર કરતાં સહેજ પણ વધારે આરામ એમને મળે તો એમનામાં આળસ ધર કરી બેસે અને તેથી ભારે નુકસાન થાય. એમની ક્વાયત વગેરે કામેા રાજ ચાલુ રાખવાં. તેના ઉપર નિત્ય નજર રાખવી. અવારનવાર એની સખત તપાસણી કરવામાં આવે તે જ એ ખાતું વ્યવસ્થિત રહે, નહિતા એમાં સડા -પેસવાના સ’ભવ છે. ઘેાડેસવારેાએ તે પેાતાના ધેડા અને સ` સાધને તૈયાર જ રાખવાં જોઈ એ. ઈસારાની સાથે જ એ સજ્જ થઈ જાય એવી એની તૈયારી હરહુ મેશ જોઈ એ અને એવી રીતની જ એમને તાલીમ આપી તૈયાર રાખવા જોઈ એ. અકસ્માત પરીક્ષા લઈ એમની ત્રુટીઓ જાણી તે એમને જશુાવી તરતજ સુધારવા માટે એમને સખત સૂચના આપવામાં આવવી જેઈ એ. શિલેદારા પાસે'જે ઘેાડા હૈાય તે રાજ્યે વેચાતા લઈ લેવા જોઈએ અને એમને ં એમની લાયકાત મુજબના ઊદ્દા અપાવા જોઈ એ. લશ્કરી માણસેાએ પોતાના શરીરની પૂરેપુરી સભાળ લેવી જોઇએ. લશ્કરી માણસા માટે નિયમિત કસરત ક્રૂરજીઆત કરવી જોઇએ. એમનામાં હંમેશ સ્તુતિ રહે અને સુસ્તી દાખલ ન થઈ જાય એવી જાતના કામમાં એમને સકાયલા રાખવા જોઈ એ. લશ્કરી “માણસાની તંદુરસ્તી કસરત, તાલીમ વગેરેની ખાખતમાં સહેજ ખેદરકારીથી ઝુહુ ભારે અને ભયંકર નુકસાન થવાનો સંભવ હાય છે. લશ્કરી ખાતાને લગતા યુદ્ઘોષયાંગી સામાનની અવારનવાર તપાસ થવી જોઈએ. શસ્ત્રો સામુક અને તૈયાર રાખવાની જવાબદારી અમલદારાને માથે નાંખવી જોઈ એ અને એવા અમલદારાએ તેમને માથે નાંખવામાં આવેલી જવાબદારી કેટલે દરજજે પાર પાડી. છે.તેની પરીક્ષા અને તપાસ વારંવાર થવી જોઈ એ. તાપખાનાની પૂરતી કાળજી લેવાવી જોઈ એ. દારૂગોળા વગેરે ચીજોની સહીસલામતી ઉપર સખત દેખરેખ રાખવી જોઈએ આ બાબતમાં જરાએ ગાફેલ રહેવું નહિ.
(!) દુષ્ટ, દુરાચારી, દુર્વ્યસની, જીલમી, ધાતકી, ક્રૂર, ઠગારા, લુચ્ચા, બદમાશ, ખુશામતખાર,: ધાડપાડુ, દારૂડિયા, બુરી આદતાવાળા અને પ્રજાને ઉપદ્રવ કરનારા માણસોને રાજ્યમાં
77
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com