________________
પ્રકરણ ૧૧ મું
છે. શિવાજી ચરિત્ર
૬૦૫
એમનું અપમાન કર્યું છે અને નાહકની કડવાશ ઉભી કરી છે. મને તે લાગે છે કે આપને આટલી બધી ચિંતા કરવાની જરુર નથી. વડીલે આગળ આપણી ભૂલા કભુલ કરવામાં નાનમ નથી. શિવાજી મહારાજ આપણુા પિતાને સ્થાને છે. આપ એમને આપની ચિંતા લખી જણાવા અને આપને જે જોઈએ તે આપ એમની પાસેથી માગી લે. આપની માગણી વાજખી હશે તે એ કદી પણ નાકજીલ નથી કરવાના. આપે ખતાવેલા એમના છેલ્લા પત્ર મે' વાંચ્યા. એક વડીલને શોભે એવી રીતે જ એ પત્ર લખાયેલા છે. મને તો હૃદયમાં લાગ્યાં જ કરે છે કે આપના દુષ્ટ સલાહકારાએ આપણું ધણું ખગાડયું છે. આપણી થયેલી ભૂલ કમુલ કરીને અને અંતઃકરણની ખરી દિલગીરી જાહેર કરીને આપણે રઘુનાથપ’તને મનાવી લઈ એ. એ આપણા દુશ્મન નથી. આ સટ વખતે એમને મદદ માટે વીનવીશું તા એમના હૈયા ઉપર જરુર અસર થશે. સાચા હૃદયની વિનંતિથી તા ભલભલા દુશ્મનાનાં પાષાણુહૃદય પલળી જાય તેા રઘુનાથપર્યંત તે બધું જતું કરી આપણને મદદરૂપ નીવડશે. શિવાજી મહારાજ અને રઘુનાથપત અને આપણને મદદરૂપ થઈ પડે એવા છે પણ આપે આપની ભૂલ એમને વડીલ માની એમની આગળ કબુલ કરવી જોઈએ અને આપ ગૂંચવાયેલું કાકડું ઉકેલવામાં એમની મદદ નમનતાઈથી માંગશો તે તે જરુર મદદરૂપ નીવડશે. નાથ ! મારું ખેલવું વખતે આપને નહિ ચે પણ મને તા બીજો કંઈ ઈલાજ સૂજતા નથી. આપણા ઝગડા જ મને વાખી નથી લાગતા અને આ ઝગડા ની સામે ? જે આપણા ઉપર પ્રેમ અને ભાવ રાખે છે તે ભાઈની સામે શિવાજી મહારાજની સામે ? પ્રાણેશ ! મારી વિનતિ ધ્યાનમાં લે અને બંનેને આપ આપણી ખરી સ્થિતિથી વાક્ કરી. ' દીપાબાદના ખેલ બકાજીના હૃદયમાં સાંસરા પેસી ગયા. એને એની ભૂલ જણાઈ. સ્વાર્થી અને ખુશામતખારાના એ ભાગ થઈ પડ્યો હતા તેની એને ખાતરી થઈ અને દીપાબાઈ એ સૂચવેલા મા` એને પસંદ પડ્યો. બકાજીએ પાતાની થયેલી ભૂલા કબુલ કરનારા, તે માટે દિલગીરી દર્શાવનારા અને આવી પડેલી આફતામાંથી બચાવવા માટે સાચી સલાહ આપવા અને મદદ કરવા આવવા આગ્રહની વિનંતિ કરનારા પુત્ર રઘુનાથપતને લખ્યા. આ પત્રમાં એણે પોતે મહારાજ પ્રત્યે કરેલી વર્તાણુકના સંબંધમાં પણ પશ્ચાત્તાપ પ્રગટ કર્યાં. રઘુનાથપર્યંત શિવાજી મહારાજના સેવક હતા એટલે એણે આવેલા પત્ર મહારાજ તરફ રવાના કર્યાં અને આ સંબધમાં શું કરવું તે માટે સૂચનાઓ માગી, શિવાજી મહારાજે રઘુનાથપતને "કાજી પાસે જઇ તેને ઘટતી મદદ કરવા જણાવ્યું અને એનું દિલ ન દુભાય અને દીપાબાઈના દિલને પણ દુખ ન થાય એવી રીતની સલાહ કરવા સૂચના કરી. મહારાજ તરફથી સૂચના આવી ગયા પછી રઘુનાથપર્યંતે વ્યકાછ રાજાને એની વિનતિના જવાબ આપ્યા કે · આપના પત્ર સેવક ઉપર આવ્યો તે વાંચી વાકે થયા, મનનું સમાધાન પણુ થયું. હું આ પત્ર દેખતાં આપની સેવામાં હાજર થાત, પરંતુ હું શિવાજી મહારાજનેા સેવક રહ્યો એટલે એમની પરવાનગી અને સૂચના સિવાય મારાથી આવી શકાય એમ ન હતું તેથી આપને કૃપાપત્ર મહારાજ તરફ મોકલી ટિત પરવાનગી મેળવી લીધી છે. આ સબંધમાં મારે એક વાત આપને જણાવવી પડે છે તે માટે ક્ષમા કરશો. હું આપને ત્યાં મળવા આવીશ તે આપને જૂના સેવક રઘુનાથત હતા તે તરીકે નહિ પણ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના પ્રતિનિધિ તરીકે આવીશ. આપ તે મહારાજના કનિષ્ટ બધુ છે તેથી આપણી મુલાકાત વખતે મહારાજનેા મેાભે ખરાબર સાચવવા જોઈ એ. ' આ પત્રના ધટતા જવાબ વ્ય'કાજીએ આપ્યા અને રઘુનાથપત પ્રતિનિધિ તરીકે વ્યકાળને મળવા તંજાવર આવી પહેાંચ્યા. આ મુલાકાત મહત્ત્વની હતી. આ મુલાકાત ઉપર એક રાજાનું અસ્તિત્વ અવલખીને રહેલું હતું અને વ્યાજીએ પણ આ મુલાકાતની મહત્તા ખરાખર જાણી હતી. મુલાકાતનું સ્થળ નક્કી કરી મુલાકાત માટે સુંદર ભવ્ય શમિયાને ઉભા કરવામાં આવ્યા હતા. મુકરર કરેલે વખતે મુલાકાત માટે વ્યાજી અને રઘુનાથપત અને સામસામી દિશાએથી શણગારીને સજ્જ કરેલા હાથી ઉપર બેસીને આવી પહેાંચ્યા. વ્ય'કાજી રાજા હાથી ઉપરથી ઉત્તરી મિયાના નજીક ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com