________________
(૪
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૧ મુ
જાય છે અને એમના ભાગ થઇ પડે છે. એવા એવા સપાટાઓમાંથી બચે છે તેનું જ વન સફળ થાય છે. નાચ, ટુંકમાં હું તે। એટલું કહીશ જ કે રઘુનાચપતનું અપમાન કરવામાં, એમની સાથે કલહ કરવામાં અને એમને કાઢી મૂકવામાં આપણે ભારે ભૂલ કરી છે અને આજની આ દશા એ એનું જ પરિણામ છે. આપણે તેા ઈશ્વરને પાડ માનીશું કે આવું બધું થયું અને રધુનાથપતે આપણા દરબાર છાડ્યો છતાં પ્રભુએ એમના અંતઃકરણમાં પ્રેરણા કરી અને એ આપણા દુશ્મન ન બન્યા, નિમકહરામ ન થયા. કાઈ મુસલમાન સરદાર કે રાજા કે સંસ્થાનિક સાથે મળી જઈ આપણા ઉપર ધા કરવાના એમણે પ્રયત્ન નથી કર્યો. આપે અપમાન કરી એમને કાઢી મૂકયા ત્યારે એ આપના વડીલ બધુ પાસે. ગયા અને હું મારા દિલને અભિપ્રાય વગર માગે આપું છું કે એ એમણે યેાગ્ય જ કર્યું. એ જો બેવફા નીવડવા હેત, નિમકહરામ થયા હેત તે આજે ભયંકર પરિણામ આવત. હજી પણ આપણે રઘુનાથપંતને મનાવી શકીશું અને આપ કામ ચિંતા કરી છે? આપના વડીલ ભાઈ શ્રી શિવાજી મહારાજનું વન આપણી સાથે જરાએ કઠોર નથી. હુ. બહુ બારિકાઈથી એમનાં વર્તાના જોયાં જ કરુ છું. એમણે આપને આપથી થયેલી ભૂલા સુધારવાને માટે અનેક તર્ક આપી પણ આપે તેને લાભ જ લીધા નહિ. પૂજ્ય સસરાજીના સ્વર્ગવાસ પછી શ્રી શિવાજી મહારાજે આપણી સાથે વડીલ તરીકેનું જ વન રાખ્યું છે. પ્રાણેશ ! મારું ખેલવું આપને નહિ રુચતું હોય એ હું જાણું હું પણ જે વખતે આપની કૃપાની દરકાર રાખ્યા સિવાય આપણુા બધાના હિતમાં આપને કડવું કહેવાની ખાસ જરુર હતી ત્યારે તે કોઈ એ ન કહ્યું તેથી જ આજે આ દુખના દિવસે આવ્યા અને તેથી જ આપને આજે કડવું કહેવું એ મારા ધર્મ મને લાગે છે. મને ક્ષમા કરશ. નાતે મોઢે મોટા કાળીએ! હું લઈ રહી છું. મને એનું ભાન છે પણ આજે આપની આગળ મારે મારું હૃદય ઠાલવવું જ છે. સ્વાર્થી હરામખારાની સલાહ પ્રમાણે આપે વર્તન કર્યું તેથી જ આપણા ઉપદં પિતાતુલ્ય પ્રેમ રાખનાર શ્રી શિવાજી મહારાજ સાથે દુશ્મનાવટ થઈ, રઘુનાથપતને ખાયા અને આજે સર્વસ્વ ખાવાનો વખત આવ્યા. શિવાજી મહારાજે આપના કરેલા સત્કાર, આપને આપેલું માન, આપની સાચવેલી પ્રતિષ્ઠા વગેરેની વાતા મેં સાંભળી તે ઉપરથી મારી તે ખાતરી જ થઈ હતી કે મહારાજના મનમાં આપને માટે પ્રેમ જ છે. એમને કુળનું અને કુટુંબનું અભિમાન છે. એમણે આપને જે ઉપદેશ કર્યા હતા તે ખરેખર કીમતી હતા, અમૂલ્ય હતા પણુ ભારે ખેદની વાત છે કે એવી કીમતી સલાહ ઉપર પણ આપના એ સ્વાર્થી માણુસાએ આપને શાન્ત અને નિષ્પક્ષપાત મનથી વિચાર કરવા ન દીધા. આપના વડીલ બંધુ પૂછ્ય શિવાજી મહારાજની કીર્તિ ચારે તરફ ફેલાઈ છે. આપે એમણે કહેલા શબ્દોને વજન ન આપી એમનું અપમાન કર્યું છે છતાં એમણે એમની મેટાઈ છેાડી નથી અને મને તે ખાતરી છે કે આપ એમને મનથી વડીલ માની નમી પડશે। તે આપણું કલ્યાણુ જ કરશે. આપની પ્રત્યે એમને કેટલા બધા વાત્સલ્યભાવ છે એને આપ વિચાર કેમ નથી કરતા? એમના પત્રા વત્સલ્યભાવથી ભરેલા છે. એમણે પત્રાદ્બારાએ પણ આપને અનેક રસ્તા સૂચવ્યા છે. સાચું પૂછવા તા મારા મનની । ખાતરી થઈ છે કે આપણી સ'પત્તિના એ જરાએ ભૂખ્યા નથી, પણ ભાગ માગવામાં કુટુંબનું કંઈ ભારે હિત સધાતું હશે, નહિ તેા શિવાજી મહારાજ ભાગને માટે આટલું બધું દબાણ ન કરે. આપે એમની સાથે કલહ કરવામાં ભારે ભૂલ કરી છે. આપના વડીલ બધુ જેવા વડીલ બધુ કયાં છે? તેર વરસ સુધી એમણે પેાતાના ભાગની એક પાઈ પણુ આપની પાસે ન માગી એ આપણાથી ક્રમ ભૂલી જવાય ? નાથ ! એમની સાથે આ બાબતને ઝગડા ચાલતા હતા ત્યારે જ મને ધણી ફેરા આપને આ સંબંધમાં કહેવાનું મન થતું હતું પણ હું વચમાં ન ખેલી. આપના માનીતા સાથીએ આપને કાર્યનું સાંભળવા ક્યાં દેતા હતા? નાથ ! હું આપની રજાથી એકજ વાત પૂછું છું કે શિવાજી મહારાજ પાતે પોતાના હક માગે છે તેમાં ખાટું શું છે? પેાતાના હકની માણસ માગણી કરે એમાં અપમાન શાનું ? આપે મેળવેલી સ'પત્તિના ભાગ તે એ નથી માગતાને ? આપને નથી લાગતું કે આ બાબતમાં આપે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com