________________
૬૦૦ છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૧ મું રહ્યા છો. તમે મારી સાથે લડાઈ કરવાની તૈયારી ઘણા દિવસથી કરી રહ્યા હતા. તમને કઈ તરફથી કુમક ન મળી એટલે પિતાનું બળ સમજીને તમારે શાન્ત બેસી રહેવું જોઈતું હતું અને એવી શાન્તિનું પરિણામ તમારે માટે બહુ લાભકારક નીવડત, પણ તમારી આસપાસ તમને વિંટળાઈને બેઠેલા સ્વાર્થી અને મતલબીઆ ખુશામતખોરો અને પિતાના લાભ માટે પિતાના માલીકને ખાડામાં ઉતારનાર નિમકહરામ બદમાશ તમને સીધે માર્ગે નથી જવા દેતા એ કમનસીબની વાત છે. તમે એમની સલાહથી મારા લશ્કર સાથે લડાઈ કરી તેમાં સરવાળે તમને નુકસાન થયું. હજુ પણ આ દાખલા ઉપરથી ધડો લે તે નાશ અટકશે. પ્રતાપજી રાજા અને ભિંવજી રાજાને મારા સરદારોએ કેદ પકડ્યા છે એ સાંભળીને મને દિલગીરી થઈ. તમારા ઘણું સરદારે ઘાયલ થયા એ જાણી હું દુખી થયે છું. સુત્રો જ્ઞાનરાય એ વાક્ય શું તમને યાદ નથી આવતું? સ્વાથીઓની બદસલાહથી કેટલું નુકસાન થાય છે તે તમે હવે જોઈ શકે છેને ? તમે મારા લશ્કર ઉપર ચડાઈ કરી મારી સાથે ઝગડો કર્યો, મારા સરદાર સાથે લડાઈ કરી એ બધું મેં સાંભળ્યું. મારા લશ્કરે વિજય પ્રાપ્ત કર્યો છે છતાં મને આનંદ નથી થતો. જે થયું તેને માટે તે દિલગીરીજ થાય છે. તમે મારા ઉપર ચડાઈ કરી, તમે મારે અનેક વખતે અપમાન કર્યું, તમે મને હરાવવા માટે મુસલમાન સત્તાવાળાઓને ચડાવ્યા, તમે મારી સામે તમારાથી જે બની શક્યું તે બધું કર્યું. તમારાં બધાં કૃત્યો અને મારી વિરૂદ્ધની તમારી બધી હિલચાલથી હું બરાબર વાકેફ છું, છતાં તમે મારા નાનાભાઈ છો એ હું નથી ભૂલી શક્તિ. લડાઈને પરિણામે તમને નુકસાન થયું છે તેથી શું મને આનંદ થશે ? તમારું નુકસાન એ મારું જ નુકસાન છે. તમારી અપકીર્તિ એ મારી કીર્તિ ઉપર ઝાંખપ છે એમ હું માનું છું. તમે અવિચારી પગલું ભર્યું તેથી આજે તમને પશ્ચાત્તાપ કરવાનો વખત આવ્યું. તમે માણસેના ગુણદોષ ન પારખી શકયા. સ્વાર્થીઓની ખુશામતથી આડે રસ્તે દેરાઈ ગયા તેનું જ આ પરિણામ છે. તમારા એ સ્વાર્થ સાધુ સાથીઓની ઈચ્છા આપણને બન્નેને લડાવવાની હતી. આપણા બનેની વચ્ચે કડવાશ અને ખટાશ ઘર કરીને બેસે તે જ એ સ્વાર્થીઓને લાભ હતા એ તે લેકે બરાબર સમજી ગયા છે અને કમનસીબે તમે તે ન સમજ્યા એટલે મારી વિરૂદ્ધ તમને ઉશ્કેરાયેલા રાખવામાં ફળીભૂત નીવડયા. એમની બાજી તમે ન વર્તી શક્યા. તમારા
અંતઃકરણમાં અમારા સંબંધી બહુ કડવા વિચારો એમણે ઉત્પન્ન કર્યા અને તેથી જ તમને નાસીપાસ કરનારું પરિણામ આવ્યું છે. મેં તમારી આગળ હૃદય ખોલીને વાત કરી હતી અને તમારા મનમાં જે મેલ હોય તે કાઢી નાંખી, મારી સાથે પ્રેમથી ચોખ્ખા દિલથી ભાઈ તરીકનું વર્તન રાખવા વારંવાર કહ્યું હતું છતાં તમે એકના બે ન થયા. તમે મારા ઉપર વિશ્વાસ રાખે હેત તો તમારું હિત જ
ત. મારો ભાગ હવે તો તમારે મને આપવો જ પડશે. મારો હક મને આપી દે. હું અને બિજાપુર સરકાર અમારે નિકાલ કરી લઈશું. તમારે તેમાં વચ્ચે પાડવાની જરૂર નથી. તમે બાળબુદ્ધિ ચલાવો છે એ ઠીક નહિ. તમને મળેલા અનુભવથી હજુ ડાહ્યા થશે અને સુધરશે અને સ્વાર્થીઓને દૂર કરી ડાહ્યા સમજુ અને અનુભવી વફાદારોની સલાહ ધ્યાનમાં લેશે તે હજુ બાજી બગડી નથી. દુષ્ટ માણસો તમારે ઓથે રહીને સ્વાર્થ સાધી રહ્યા છે તેમને ત્યાગ કરે. તમે પણ સિંહાછરાજાના પુત્ર છો એટલે તમારી જવાબદારી ભારે છે. હિંદુત્વની જ્યોતિ તમારામાં સતેજ થવી જોઈએ. તમે મહાભારત વાંચ્યું છે. દુર્યોધન દુષ્ટબુદ્ધિ નીકળ્યો. પાંડને તેમને હકને ભાગ આપવાની ના પાડી તેનું પરિણામ શું આવ્યું તે શું તમે નથી જાણતા ? દુર્યોધનની વૃત્તિ ધારણ કરીને તમે તમારા યોદ્ધાઓ નાહક કપાવ્યા. યુદ્ધમાં તમને નુકસાન થયું તેથી હું જરાએ રાજી નથી થયો. તમે અનુભવથી ડાહ્યા થશે અને ફરી એ પ્રસંગ ન આવવા દેતા. જૂના, અનુભવી અને વાકેફગાર નીમકહલાલ કરીને તમને એમના અભિપ્રાય ન રુચે માટે હાંકી કાઢવા અને હાજી હા કરનારને પોષવા એ આત્મઘાત કરનારું કર્યો છે. સ્વ. પિતાશ્રીની તાલીમમાં તૈયાર થયેલા, કેળવાયેલા મુત્સદ્દીઓના અનુભવને લાભ લેવામાં જ ડહાપણ છે. એમનું અપમાન કરી આપણાથી એમને કાઢી મૂકાય? રઘુનાથપંત મારી પાસે આવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com