________________
પહ૮ છે. શિવાજી ચરિત્ર
પ્રકરણ ૧૧ મું બાઈની ઘોડીના પાછલા પગ ઉપર દાદાજી રઘનાથે તલવારનો વાર કર્યા. ઘોડી નીચે પડી. બાઈ પણ ઘોડી ઉપરથી નીચે પડી. એને જમણે હાથ ભાગી ગયો. એવી બેહાલ દશામાં સાવિત્રીબાઈ સમરાંગણું ઉપર પડી હતી. દાદાજીના લશ્કરે તેને ગિરફતાર કરી. સાવિત્રીબાઈનું લશ્કર હારી ગયું. દાદાજીએ કિલ્લે કબજે કર્યો. કિલ્લાની ધનસંપત્તિ અને સાવિત્રીબાઈને દાદાજીએ શિવાજી મહારાજની હજુરમાં રજૂ કરી. સાવિત્રીબાઈના શૌર્યની વાત સાંભળી મહારાજ બહુ જ ખુશ થયા. મહારાજે આ બાઈને સંસ્કાર કર્યો અને એને વર્ષાસન બાંધી આપ્યું. કેટલાક ઇતિહાસકારો એમ પણ જણાવે છે કે સખુજી ગાયકવાડ નામના શિવાજી મહારાજના લશ્કરના કેઈ સાધારણ સરદારે આ સ્ત્રીનું અપમાન કર્યું હતું તેની ખબર મહારાજને પડી એટલે એમણે એ અમલદારને બહુ ભારે સજા કરવા ૫કડી મંગાવ્યો. આ ગાયકવાડે સાવિત્રીબાઈના કરેલા અપમાનની મહારાજે પુરેપુરી તપાસ કરી અને એને ગુનેગાર ગણી એની બંને આંખ ફોડી નાંખવામાં આવી. આ બનાવ ૧૬૭૮માં બન્યાનું લખાણ મળી આવ્યું છે.
૨. સાપન્ન બંધુને સંગ્રામ,
શિવાજી મહારાજે પિતાની છાવણી ઉપાડવાના સમાચાર બૅકેજી રાજાને મળ્યા એટલે એણે મહારાજના એ ગાળાને માટે રાખવામાં આવેલા લશ્કરી અમલદારની સાથે લડાઈ કરવાની તાકીદે તૈયારી કરવા માંડી. એણે મદુરા અને મહૈસુરના નાયકોની મદદ શિવાજી મહારાજ સામે લડવા માટે માગી. અનેક રીતે આ બન્ને સત્તાધારીઓને મનાવવા એણે પ્રયત્નો કર્યા. એમની મદદ મેળવવા માટે એણે આકાશ પાતાળ એક કરી નાંખ્યું પણ એ બન્નેમાંથી એક પણ પલળ્યો નહિ. આ બે સત્તાને પિતાની પડખે લેવા માટે જે જે પાસા નાંખવામાં આવ્યા તે બધા અવળા પડ્યા અને અંતે બંછની ખાતરી થઈ કે કોઈ પણ સંજોગોમાં એ મદદ મળવાની નથી ત્યારે એણે એમની આશા મૂકી દીધી અને એમને પડતા મૂકી પિતાની તૈયારી કરી. બિજાપુર દરબારે તે કમકની ના પાડી જ હતી એટલે એની આશાનાં આ બે સ્થાન એને તદ્દન નિરુપયોગી નીવડ્યાં. બીજી કોઈ ગોઠવણ ન થઈ શકી એટલે વ્યંકાએ કર્ણાટકના મુસલમાન સત્તાધારીઓને શિવાજી મહારાજની સામે એકઠા કરવાનો પ્રયત્ન કર્યો. બિજાપુર દરબાર કઈ રીતે મદદ કરવાના નથી એ જાણ્યા પછી બેંકોજી નિરાશ થયો પણ એને કેટલાક મુસલમાનોએ શિવાજી સામે લડાઈ કરવા માટે ઉશ્કેરાયલે જ રાખ્યો (મ, શિ.). જ્યારે યુદ્ધ ખેલવાને ખરેખર વખત આવી પહોંચે ત્યારે મદદ કરવા કઈ આગળ આવ્યું નહિ. મુસલમાનોને એકઠા કરવા માંડ્યા પણ એમાંએ કંઈ બરકત ન દીઠી. શિવાજી મહારાજની સામે લડાઈમાં વ્યં કાજીને મદદ કરવા કોઈ તૈયાર ન થયું છતાં એના ખાંધીઆઓએ એને ઢીલા પડવા ન દીધો. એણે મહારાજના લશકર ઉપર હલે કરવાનો નિર્ધાર કર્યો. મહારાજના એ ગાળાના જવાબદાર અમલદારોને બેંકોજીના નિર્ધારની ખબર મળી એટલે એ પણ પિતાની બરાબર તૈયારી કરીને સાવધ બેઠા હતા. હબીરરાવ માહિતેની સરદારી નીચે મહારાજનું લશ્કર કેલેરૂન નદીને એક કાંઠે પડાવ નાંખીને પડયું હતું. એમાં સંતાછ ભોંસલે પણ પિતાની ટુકડી સાથે સામેલ હતા. બૅકેજી રાજાનું લશ્કર પણ એજ નદીને બીજે કાંઠે પડયું હતું. બંને એક બીજાના ધસારાની વાટ જોતા હતા.
આખરે ઈ. સ. ૧૬૭૭ના નવેમ્બરની ૧૬ મી તારીખે મળસ્કામાં ૪ હજાર સવાર અને ૧૦ હજાર પાયદળનું લશ્કર લઈને લંકેજી રાજાએ મહારાજના લશ્કર ઉપર હલે કર્યો. મહારાજના લશ્કરની સંખ્યા આસરે ૧૨ હજારની હતી. મળસ્કાથી તે સંધ્યાકાળ સુધી ભારે લડાઈ ચાલી. બને તરફના યોદ્ધાઓ રંગે ચડયા હતા. કેઈ નમતું આપે એમ ન હતું. બન્ને તરફના વીરેએ સમરાંગણું ગજાવી ગયું હતું. બન્ને તરફના માણસેએ ભારે કતલ ચલાવી હતી. મડદાના ઢગલા થયા. લેહીની નીકે વહેવા લાગી. બંછ રાજાના લશ્કરે બહુ જબરે ધસારો કર્યો અને સંતાઈ ભેસલેની ટુકડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com