________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૧૧ મું જલદી આટોપી એ સંબંધમાં વિગતવાર હકીકત જણાવવા જવાબદાર અમલદારોને સૂચનાઓ આપવામાં આવી. પિતાની સાથેના મોટા લશ્કરને આવી રીતે કામે લગાડી મહારાજે ૧૬૭૭ ના નવેમ્બરની શરૂઆતમાં આસરે ૪૦૦૦ ઘોડેસવાર અને થોડું પાયદળ સાથે લઈ પોતાની રાજધાની તરફ કૂચ કરી. મહારાજ પત રાયગઢ તરફ જવા નીકળ્યા. રાયગઢ જતાં રસ્તામાં મહારાજે કલાર, ઉશ્કેટ, બેંગલોર, બાળાપૂર વગેરે પ્રાંત કબજે કર્યો અને એ ગાળાના બંડખેર માણસને સીધાર કર્યો. એવી રીતે મુલાકે છતતા, બંખેરેની ખેડે કાઢતા. ૧૬૭૮ ના એપ્રીલ માસમાં ધારવાડ બેલવાડી થઈને મહારાજ પહાળા આવી પહોંચ્યા,
સાવતુરને સંગ્રામ.
તુંગભદ્રા નદીઓની વચ્ચેના મુલક ઉપર આદિલશાહીને કબજો હતો એ તે આપણે જાણ્યું છે. આ ગાળામાં યુસુફખાન માયણ નામના સરદારને આદિલશાહીના મુખ્ય અમલદાર તરીકે નીમવામાં આવ્યો હતો. આ અમલદાર રાજ્યવહીવટના કામમાં જોઈએ તેટલા કાબેલ ન હતે. એ મુલકમાં હજારો એકર જમીન પડતર પડી રહી હતી. આવી રીતે પડતર પડી રહેલી જમીન ખેડાણ કરી રાજ્યની આવક વધારવા માટે આ અમલદારે કાંઈ પણ પગલાં ભર્યા ન હતાં. બીજું એ ગાળામાં ધાડાં જંગલ હતાં. એ જંગલેને લીધે વટેમાર્ગુઓના જાન હંમેશ જોખમમાં રહેતા. લેકના રક્ષણને માટે જંગલી જનાવથી અને ચેરડાક, લુંટારાઓથી પ્રજાનું રક્ષણ કરવા માટે અમલદારે કરવા જોઈતા બંદોબસ્ત પૈકી કાંઈપણ કામ એણે મહતું. પિતાની ફરજ અને જવાબદારીનું એને ભાન ન હતું. એ અમલદારે રાજ્યવહીવટ કરવામાં ભારે બેદરકારી બતાવી હતી. આ અમલદાર રાજ્યવહીવટમાં કાબેલ નહતે એટલું જ નહિ પણ એ ઘણે જુલમી અને અત્યંત વિષયી હતું. એના તાબાના મુલકેની ત્રિયોનાં શિયળ સહીસલામત ન હતાં. એ બહુ ઝનુની હ. યુસુફખાનના અમલથી પ્રજા કંટાળી ગઈ હતી. પ્રજાનું રક્ષણ કરવા માટે, એમની ઈજજત અને આબરૂ સાચવવા માટે જે અમલદારની નિમણુક થઈ હોય તેજ અમલદાર અત્યંત ખરાબ અને જુલમી નીકળે તે પ્રજા બિચારી શું કરે? બિજાપુર દરબારમાં પણ પ્રજાની દાદ ફરિયાદ સાંભળનાર કોઈ નહતે. આજસુધી આવા અનેક અમલદારોના ધોળા દિવસના દુષ્કૃત્ય સામે પ્રજાને અવાજ હવામાં ઉડી જતા અને પિકાર કરવાના ગુના માટે બેવડે જલમ પ્રજા ઉપર થયાના સંખ્યાબંધ દાખલાઓ હિંદના ઇતિહાસમાંથી જડી આવે છે. આ જમાનાની ઘણીખરી બાદશાહીમાં અરાજકતા પૂર જોસથી પ્રવર્તી રહી હતી. પ્રશ્ન કચડાયેલી હતી. જુલમ સામે પિકાર કરવાની શક્તિ પણ એમની ક્ષીણ થઈ ગઈ હતી. હિંદના હિંદુઓની મુસલમાની સત્તા નીચે આવી દુર્દશા થઈ હતી તે વખતે શિવાજી મહારાજે જુલમી સત્તા તોડવા માટે માથું ઊંચું કર્યું એટલે કચડાઈ રહેલી, પિલાઈ રહેલી, રેસાઈ રહેલી પ્રજાને પોતાના નાશ પહેલાં બચાવ માટે પિકાર કરવાની અને રક્ષણ માટે મરણ પહેલાં મહારાજને ચરણે શરણ જવાની હિંમત આવી. કૃષ્ણ તુંગભદ્રા વચ્ચેની પ્રજા યુસુફખાન માયણાની જુલમી જોખંડી ઝૂંસરી નીચે રગદોળાઈ રહી હતી. એ મુલકના જાગીરદારે. જમીનદારો પણ આ જુલમીના જુલમથી કંટાળીને કંપી ઉઠ્યા હતા. આખા મુલકની પ્રજા કકળી રહી હતી. સ્ટિયો, બાળકે, ઘરડાં, જુવાન, બધા એના જુલમ નીચે પાયમાલ થઈ રહ્યા હતા. ચારે તરફથી માણસ ઉપર જ્યારે જુલમ થાય, એને બચવાનો કે ઉગરવાનો કઈ રસ્તે ન હોય, કેઈ માર્ગ ન જડે ત્યારે એનામાં જે મનુષ્યત્વનો એકાદ છાંટો પણ બાકી રહ્યો હોય તે કુદરતી રીતે એવી સ્થિતિમાં માણસ મરણિયે થાય. જેનું મનુષત્વ પૂરેપુરું નીચેવાયું હોય, હણાયું હોય તે જ માણસે જીવતાં હેવા છતાં ચારે તરફથી જુલમ અને ત્રાસથી ઘેરાયા પછી પણ મરણિયા નથી બનતા. ઔરંગઝેબના જમાનામાં હિંદુસ્થાનના હિંદુઓનું મનુષત્વ એટલે દરજજે નિચેવાયેલું નહતું. જુલમ અને ત્રાસની ઝડીઓમાં સબડી રહેલા હિંદુઓએ પણ સ્મશાનશાન્તિ નહોતી સ્વીકારી. પિતા ઉપર ગુજરી રહેલા ઘાતકીપણાને
Shree Sudharmaswami Gyanbhandar-mara, Surat
www.umaragyanbhandar.com