________________
પ્રકરણુ ૧૧ મું ]
૭. શિવાજી ચરિત્ર
૫૩
એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે આ સંધ તુરતમાં કાશીએ જાય એમ નથી, એવી મહારાજની ખાતરી થઇ એટલે એમણે ઈ.સ. ૧૬૭૭ ના જુલાઇની ૨૭ મી તારીખે કાલેન નદીને કાંઠેથી છાવણી ઉપાડી. આ સ્થળેથી મહારાજે લશ્કર સાથે કૂચ કરી. પછી મહારાજે વાલીંગડાપુરમ ખાતે મુકામ નાંખ્યા અને ત્યાં થાડે! આરામ લઈ વેલાર નદી ઉતરી તંદુંગુરીમાં એક બે દિવસ થાભ્યા. ત્યાર પછી તવેનાપાટમ જઈ ડચ લેકાની મુલાકાત લીધી અને એમના અમલદાર નજરાણું લઈને આવ્યા હતા એનું નજરાણું સ્વીકાર્યું. આ ઠેકાણેથી મહારાજે એલાવેનાસુર નામના કિલ્લા જીતવા માટે લશ્કરની એક ટુકડી એક ભરાંસાપાત્ર સરદાર સાથે મોકલી.
મહારાજે વાનીકમવાડીથી ૧૬૭૭ના સપ્ટેમ્બરમાં મદ્રાસના અંગ્રેજોને કર્ણાટકના જીતેલા કિલ્લાઓમાં યુદ્ધોપયાગી સામાન ભરવા માટે તથા તાપે ખેંચી જ્વાનાં ગાડાં તૈયાર કરનારા એમની પાસે હાય તા તે માલવા માટે લખાણુ કર્યું. પોતે વેપારી પ્રજા છે અને વેપાર કરવા એજ એમનું ધ્યેય છે એટલે આવા પ્રકારની કામગીરી માથે લેવાની તેએએ પાતાની અશક્તિ જણાવી.
આ પછી શિવાજી મહારાજે પાર્ટીનો લૂટીને આ ક્રેટની દક્ષિણ દિશાના મુલક કબજે કર્યાં, ૧૬૭૭ના કટોબર માસમાં મરાઠાઓએ આરણીનો કબજો લીધા અને આર્કટની ઉત્તર દિશાના કેટલાક કિલ્લાએ સર કર્યાં.
લગભગ દસ માસ શિવાજી મહારાજે કર્ણાટકમાં કાઢયા. રાજ્ય તરફની ઝીણામાં ઝીણી ખબર મહારાજને વારંવાર મળે એવી બધી ગાઠવા એમણે કરી હતી. કર્ણાટકમાં રહીને રાજ્યનાં બધાં સૂત્રો એ ચલાવી રહ્યા હતા. પોતાના અમલદારે એમને માથે મૂકેલી જવાબદારી કેવી રીતે અદા કરે છે તે મહારાજ દૂર રહીને બહુ બારીકાઈથી જોતા હતા અને જ્યાં જરુર જણાય ત્યાં સૂચના મેકલતા પાતાની ગેરહાજરીમાં પ્રજાનું પાલન અમલદારાએ કેવી રીતે કરવું તેની તાલીમ પણ મહારાજ તે કર્ણાટકમાં રહીને આપી રહ્યા હતા. એમની સાથેના મંત્રીમ`ડળને પગુ લાગ્યું કે હવે કર્ણાટકનું કામ લગભગ ખતમ થયું છે અને જે કામ બાકી રહ્યું છે તે તેા કર્ણાટકમાં વ્યવસ્થા કરવા અને વહીવટ ચલાવવા માટે મહારાજે મુકરર કરેલા સરદારા, અમલદારો અને મુત્સદ્દીમંડળ પાર પાડે એમ છે. ખાકી રહેલા કામ માટે મહારાજની હાજરીની જરુર નથી અને તેથી એમણે, હવે મહારાજે પાછા ફરવાના વિચાર કર્યાં હાય તે જરા વાંધાભરેલું નથી એવે! પેાતાના અભિપ્રાય આપ્યા. મહારાજ પાતે પણ એ સંબધમાં વિચાર કરી રહ્યા હતા અને એમને પણ સ્થિતિ અને સંજોગે જોતાં લાગ્યું કે બાકી રહેલું કામ એમના સરદારા અને અમલદારી બહુ ખાડેશીયી આટેપી લેશે અને હવે પાછા જવામાં જરાએ વાંધા જેવું નથી. પાછા જવું કે નહિ અને જવું તેા કયે રસ્તે થઈ તે વગેરે વિચારા ચાલી રહ્યા હતા એટલામાં જ નજરબાજ ખાતા તરફથી મહારાજને ખબર મળી કે ‘ કુતુબશાહી સુલતાને મહારાજ સાથે દાસ્તી કરી અને બહુ મીઠા સંબંધ બાંધ્યા તેની ખબર ઔરંગઝેબને મળતાં જ એની તળીમાની આગ તાળવે ગઈ છે અને એ ભારે ક્રોધમાં આવી ગયા છે. એણે દક્ષિણના મુગલ સૂબેદારને તાકીદના હુકમે રવાના કર્યાં છે કે એણે એકદમ મુગલ લશ્કરને તૈયાર કરી ગાવળાંડાના મુલક ઉપર ચડાઈ કરવી. મુગલ સૂબેદાર અને આદિલશાહીના સુત્રધારે કુતુબશાહી ખેદાનમેદાન કરી નાંખવા એકસ`પ થાય છે. બંનેના ભેગા લશ્કરે માલખેડ નજીક ગાવળકાંડાના મુલક ઉપર હલ્લો કર્યો છે. આ હકીકત સાંભળી મહારાજે વિચાર કર્યાં અને તાકીદે પાછા જવા તૈયાર થયા. મહારાજ કર્ણાટકમાં જીતેલા મુલકતી વ્યવસ્થાને વિચાર કરીને અને નવા મુલક જીતવાની બાબત ધ્યાનમાં લઈ તે મંત્રીઓ સાથે મસલતમાં પડ્યા. કર્ણાટકમાં નવા જીતેલા મુલકને વ્યવસ્થિત કરવા માટે તથા બાકી રહેલું કામ પૂરુ કરવા માટે જ્યાં જ્યાં મહારાજને જરુર જણાઈ ત્યાં ત્યાં પેાતાની સાથેની લશ્કરની ટુકડીઓને માકલી, મુખ્ય લશ્કરની ટુકડીઓમાંથી ધણી ટુકડીએ કર્ણાટકમાં મહારાજે કામે લગાડી દીધી અને મહારાજે સાંપેલું કામ
75
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com